Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલના પ્રદેશ કન્વીનરપદે બિહારી હેમુભાઈ ગઢવીની નિમણુંક

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સેલની સંરચના કરતાં પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટનાં ખ્યાતનામ લોકગાયક બિહારી હેમુભાઈ ગઢવીની સાંસ્કૃતિક સેલનાં પ્રદેશ કન્વીનર તરીકે વરણી કરાયેલ હતી. ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાએલ મીટીંગમાં પ્રદેશના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, રજનીભાઈ પટેલ, મહામંત્રી પ્રદિપસિંહજી વાઘેલા, મહામંત્રી વિજયભાઈ ચાવડા, મહામંત્રી ભાર્ગવ ભટ્ટ વિગેરે હાજર રહ્યા હતા. સાંસ્કૃતિ સેલના સંયોજક તરીકે જનક ઠકકર બન્યા બાદ બિહારીભાઈએ તેમની સાથે બેસીને ચર્ચા વિચારણા કરી હતી. આ મીટીંગમાં બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ તથા ઉપાધ્યક્ષ અને બિહારીભાઈ (મો.૯૯૨૫૦ ૭૫૪૩૭)ના પરમ મિત્ર યોગેશભાઈ ગઢવી તેમજ ગુજરાત સંગીત નાટક એકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓને મળીને બધાને આભાર માન્યો હતો.

(4:03 pm IST)