Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સી.એ.ની સબ રીજીયનલ કોન્ફરન્સ

 સી. એ. ઇન્સ્ટીટયુટના વેસ્ટર્ન રીજીયનલ દ્વારા બે દિવસની સબ રીજીયનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આની યજમાની રાજકોટ બ્રાંચ દ્વારા કરવામાં આવેલ. અધીવેશનનું ઉદ્દઘાટન વેસ્ટર્ન રીજીયનના ચેરમેન સી.એ. મનીષ ગાડીયા તથા રાજકોટ બ્રાંચના ચેરમેન સી. એ. હાર્દિક દ્વારા કરવામાં આવેલ. દ્રષ્ટી દેશાઇ-વાઇસ ચેરપદર્શન, સી.એ. અર્પિત કાબરા-સેક્રેટરી, સી.એ. જયેશ કાલા-ટ્રેસરર, સી.એ. યશવંત કાસાર-વિકાસા ચેરમેન, સી.એ. વિશાલ દોશી-બ્રાંચ નોમીની તેમજ રાજકોટ બ્રાંચના ચેરમેન સી. એ.હ ાર્દિક વ્યાસ વગેરે સાથે જોડાયા હતા. આ કાર્યક્રમમાં સાંપ્રત સમયમાં જરૂરી એવા નાણાકીય મુદ્દાઓ ઉપર અમદાવાદ, વડોદરા, સુરત ઉપરાંત મુંબઇના તજજ્ઞોએ વિષયની છણાવટ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં રાજકોટ ઉપરાંત સમગ્ર રાજયના સી. એ. સભ્યોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલો હતો. વકતા તરીકે મુંબઇથી સી.એ. સી. એન. વાઝે, વડોદરાથી સી. એ. ધ્રુવાંક પરીખ, વડોદરાથી સી. એ. યશ ભટ્ટ, વડોદરાથી સી. એ. આશિષ જયશ્વાલ, મુંબઇથી પ્રકાશ દિવાન, સુરતથી સી. એ. જય છઇરા, અમદાવાદથી સી. એ. અનિકેત તલાટી પોતાના જ્ઞાનનો લાભ આપ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી. એ. ઇન્સ્ટીટયુટની રાજકોટ બ્રાન્ચના ચેરમેન સી. એ. હાર્દિક વ્યાસ, વાઇસ ચેરમેન સી. એ. જીજ્ઞેશ રાઠોડ, સેક્રેટરી સી. એ. ભાવિન દોશી, ટ્રેસરર સી. એ. સંજય લાખાણી, ભૂતપૂર્વ ચેરમેન સીી. એ. વિનય સાકરિયા તથા કમિટી મેમ્બર્સ સી. એ. ભાવિન મેહતા અને દિપ્તી સવજાણી, આ તમામ સભ્યોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. 

(4:01 pm IST)