Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વેકસીન ડોઝ નહીં ફાળવાતા આજે બપોર બાદ કેન્દ્રો બંધ કરવા પડયાઃ ગઇકાલે ૯ હજારનું રસીકરણ

એક તરફ વેપારીઓ માટે ખાસ કેમ્પની જાહેરાત બીજી તરફ ડોઝનો અભાવઃ લોકરોષ

રાજકોટ,તા.૨૬: રાજય સરકારે એક તરફ વેપારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજવાની જાહેરાત કરી છે તો બીજી તરફ રાજકોટ મ.ન.પા.ને વેકિસશનનાં ડોઝ પુરતા પ્રમાણમાં નહિ મળતા આજે બપોર બાદ કેન્દ્રો બંધ કરવાની સ્થિતી સર્જાયેલ જેથી ઠેર ઠેર માથાકુટ અને ફરિયાદનાં દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહિતી મુજબ સરકારની જાહેરાત મુજબ ગઇકાલે ૩૧ કેન્દ્રો ઉપર વેપારીઓ માટે ખાસ વેકિશનેહન કેમ્પ યોજાયો હતો. જેમાં ૯ હજાર જેટલા વેપારીઓનું રસીકરણ થયુે હતુ અને ૩ હજાર જેટલા ડોઝ બચ્યા હતા દરમિયાન સરકારે ગઇકાલે રસીના ડોઝ નહિ ફાળવતા આજે બપોર બાદ કેન્દ્રો બંધ કરવા પડયા હતા. સવારથી બપોર સુધીમાં ગઇકાલનાં બચેલા ૩ હજાર જેટલા ડોઝમાંથી ગાડુ ગબડાવી ૩ હજાર લોકોનું રસીકરણ કરાયુ હતુ.

(3:59 pm IST)