Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

દોઢ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

આરોપી વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ તા. ર૬: અત્રેના રાજેશભાઇ જયસુખભાઇ રાઠોડે ફરિયાદી શૈલેષભાઇ ગગજીભાઇ પાસેથી મિત્રતા અને સંબંધના દાવે રૂ. ૧,પ૦,૦૦૦/- એક માસ માટે હાથ ઉછીના લીધેલ હતા. જે રકમની ચુકવણી માટે આ કામના આરોપીએ ફરીયાદીને રૂ. ૧,પ૦,૦૦૦/-નો ચેક આપેલ હતો. જે ચેક રીટર્ન થતાં આ કામના આરોપી વિરૂદ્ધ રાજકોટની કોર્ટમાં કેસ ચાલી જતાં આ કામના આરોપીને રૂ. ૧,પ૦,૦૦૦/- નું વળતર ચુકવવા તથા એક વર્ષની સાદી જેલની સજા તથા વળતર રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની જેલની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત એવી છે કે આ કામના આરોપીને નાણાંની જરૂરિયાત ઉત્પન્ન થતાં ફરિયાદી પાસેથી મિત્રતાના સંબંધના દાવે ડિસેમ્બર ર૦૭માં રૂ. ૧,પ૦,૦૦૦/- પુરાની માંગણી કરેલ. આરોપીએ ફરિયાદીને રજુઆત કરી કે સદરહું રકમ તેને માત્ર એક માસ માટે જ જોઇએ છે જે રજુઆતના આધારે ફરિયાદીએ પોતાની બચત અને અન્ય મિત્ર વર્તુળ પાસેથી મેળવી વ્યવસ્થા કરી આપેલ. ફરિયાદીએ અવધી પુર્ણ થતાં આરોપી પાસે જાન્યુઆરી માસમાં તેની લેણી રકમ પરત માંગતા આ કામના આરોપીએ ફરિયાદીને તા. ર૪-૦૧-ર૦૧૮ના રોજ ભારતીય સ્ટેટ બેન્ક મવડી પ્લોટ મેઇન રોડ, ૧પ૦ ફુટ રીંગ રોડની બાજુમાં, રાજકોટ શાખાનો ચેક રૂ. ૧,પ૦,૦૦૦/- પુરાનો ચેક ફરિયાદીની કાયદેસરની લેણી રકમ પેટે આપેલ અને સાથે એવું પાકું વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ કે સદરહું ચેક બેન્કમાં વટાવવા નાખશો એટલે સ્વીકારાય જશે. ફરિયાદીએ સદરહું ચેક પોતાના ખાતામાં રજૂ કરતાં તા. રપ-૦૧-ર૦૧૮ના રોજ ''ફંડસ ઇનફીસીયન્ટ''ના શેરા સાથે રીર્ટન થયેલ.

આરોપીએ નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબનો ગંભીર ગુન્હો કરેલ હોય ફરિયાદીએ તેમના એડવોકેટ મારફતે આરોપીને તેમના સરનામા પર તા. ૦૮-૦ર-ર૦૧૮ના રોજ પાઠવેલ જે નોટીસ આરોછપીને બજી ગયેલ. પરંતુ આરોપીએ ફરિયાદીની સદરહું લેણી રકમ ન ચુકવતા ફરિયાદીએ રાજકોટના મહે. પંદરમાં એડીશ્નલ ચીફ જયુડિશ્યલ મેજી. (એમ.આર. લાલવાણી) કોર્ટમાં કેસ દાખલ કરેલ. સદરહું ફો. કેસ નં.૩૯ર૦/ર૦૧૮ ચાલી જતાં મહે. પંદરમાં એડીશ્નલ ચીફ જયુડિશ્યલ મેજી. (એમ.આર. લાલવાણી એ આરોપીને ક્રિ. પ્રો. કોડની કમ રપપ(ર) અન્વયે તકસીરવાન ઠરાવીને સદરહું ગુન્હામાં આરોપીને એક (૧) વર્ષની સાદી કેદ તથા ક્રિ. પ્રો. કોડની કલમ ૩પ૭(૩) મુજબ ફરિયાદવાળા ચેકની રકમ આરોપીએ ફરિયાદીને વળતર પેટે એક માસની અંદર ચુકવી આપવાનો તથા જો આરોપી ચેક મુજબની રકમ ભરપાઇ ન કરે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરિયાદી તરફે રાજકોટના યુવા ધારાશસ્ત્રીશ્રી કમલ એન. કવૈયા, વિરલ એચ. રાવલ, કનકસિંહ ડી. ચૌહાણ, રાજેશભાઇ એમ. પરમાર, સી. બી. તલાટીયા તથા પરેશ કુકાવા રોકાયેલ હતા. 

(3:43 pm IST)