Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ન્યારી-૧ ડેમમાં સૌની યોજનાનું પાણી બંધ કરાયુઃ આજીમાં બે-ત્રણ દિવસ ચાલુ રખાશેઃ અમિત અરોરા

રાજકોટઃ શહેરમાં છેલ્લા બે દિવસથી મેધરાજાએ કુપા વરસાવતા ન્યારી-૧ ડેમમાં વરસાદી પાણીની આવક ધોધમાર શરૂ થતા સૌની યોજના થકી નર્મદાનું પાણી લેવાનું બંધ કરવામાં આવ્યુ છે અને આજી-૧ ડેમમાં હજુ બે-ત્રણ દિવસ પાણી લેવામાં આવનાર હોવાનું મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યુ છે. આ અંગે મ્યુ.કમિશ્નરે જણાવ્યુ હતુ. ન્યારી- ૧ ડેમમાં બે દિવસમાં વરસાદી પાણીની ૨.૫૦ની ફુટની આવક થવા પામતા હાલની સપાટી ૧૮.૨૦ ફુટ થઇ છે. જરૂરીયાત જેટલા પાણીની આવક આ ડેમમાં થવા પામતા સૌની યોજના થકી નર્મદાનું પાણી આજથી લેવાનું બંધ કરાયુ છે. જયારે આજી-૧ ડેમમાં હજુ ૨-૩ દિવસ નર્મદા નીર લેવાનું ચાલુ રાખવામાં આવશે. ગત સોમવારથી આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યા છે ત્યારે આજી- ડેમમાં કુલ ૩૦ એમ.સી.એફ.ટી પાણી ઠાલવવામાં આવ્યુ છે. આજી ડેમમાં વરસાદી પાણીની જનીવી આવક થતા હજુ બે-ત્રણ દિવસ નર્મદાનુ ંપાણી લેવામાં આવશે.

(3:43 pm IST)