Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રેસકોર્ષ પાર્ક સ્થા. જૈન સંઘમાં પૂ. જયંતિકાબાઇ મ.સ.આ.ઠા.નો ચાતુર્માસ પ્રવેશ

રાજકોટ તા. ર૬: રાજાણી નગરી રાજકોટના આંગણે શ્રી રેસકોર્ષ પાર્ક સ્થા. જૈન સંઘમાં લીંબડી ગોપાલ સંપ્રદાયના વિદુષી પંડિતરત્ના પ.પૂ. બા. બ્ર. લીલાવંતીબાઇ મહાસતીજીના સુશિષ્યાઓ બા.બ્ર.પૂ. જયંતિકાબાઇ મહાસતીજી, બા.બ્ર.પૂે. ભાવિનીબાઇ મહાસતીજી, બા.બ્ર.પૂ. વિજ્ઞાતાબાઇ મહાસતીજી, બા.બ્ર.પૂ. લક્ષીતાબાઇ મહાસતીજી આદીઠાણા-૪ નો મંગલ ચાતુર્માસ પ્રવેશ થયો. સંઘપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઇ શેઠએ પૂ. મહાસતીજીઓ તથા સંઘ સભ્યને શુભેચ્છાઓ પાઠવેલ હતી અને ભાવનાભાવી હતી કે, સમગ્ર ચાતુર્માસ કોરોના મુકત રહે તથા જ્ઞાનસરભર આરાધના થાય, વિશેષમાં વિશેષ તપ-જપ થાય તથા પૂ. મહાસતીજીઓનું સ્વાસ્થ્ય સારૂ રહે. સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહી ભવ્ય ચાતુર્માસ મંગલ પ્રવેશનો લાભ લીધેલ હતો. સવંત્સરી સુધીના ૪૯ દિવસના પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવેલ છે. ચાતુર્માસ દરમ્યાન રોજ સવારે ૬:૩૦ કલાકે પ્રાર્થના, ૯:૧પ થી ૧૦:૧પ વ્યાખ્યાન તથા વ્યાખ્યાન પુરૂ થયે વિવિધ જાપ, ચારે-ચાર માસ સરકારશ્રીની ગાઇડ લાઇન્સ અનુસાર વ્યાખ્યાન જાપ કરવામાં આવશે. 

(3:42 pm IST)