Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વિજયભાઇની હાજરીમાં ર ઓગષ્ટે 'સંવેદના દિવસ'ની ઉજવણી થશે

હાલ લોકાપર્ણ-ખાતમુહુર્ત નહિ પરંતુ મુખ્યમંત્રી બાળ સખા યોજના-દિવ્યાંગ બાળકો-વિધવા-વિધુર-સહાય સેવા સેતુના કાર્યક્રમો થશે : જન્મદિવસની શાનદાર ઉજવણી આવરી લેવાઇઃ જીલ્લામાં હાલ કોઇ માનવ મૃત્યુ-નુકશાની નથીઃ આખી રાત પ્રાંત-મામલતદારો-ટીડીઓ દ્વારા કાર્યવાહી : એઇમ્સ માટે ઘંટેશ્વરથી ૯૦ ફુટના રસ્તા અંગેના પુલની ડીઝાઇન ફરે તેવી શકયતા...કલેકટરે માર્ગ મકાનના ઇજનેરોની ટીમને સ્થળ ઉપર મોકલી ૧લી તા. ૮ ઓગષ્ટના કાર્યક્રમો અંગે તૈયારી કરાઇ છેઃ રાજય સરકાર જાહેરાત કરશેઃ કલેકટરની પત્રકારો સાથે વાતચીત

રાજકોટ, તા., ર૬: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણકુમાર મહેશબાબુએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી તા. ર ઓગષ્ટના દિવસે રાજકોટ શહેર-જીલ્લામાં મુખ્યમંત્રીના જન્મદિવસે શાનદાર ઉજવણી પણ સંવેદનાસભર રીતે થશે. તેમણે ઉમેર્યુ હતું કે ર ઓગષ્ટે  રાજકોટમાં સંવેદના તરીકે ઉજવાશે.  આ માટે તૈયારીઓ કરી લવેાઇ છે. કાર્યક્રમોમાં મુખ્યમંત્રી બાળ સખા યોજના, દિવ્યાંગ બાળકો, દિવ્યાંગો, ગરીબકાર્ડ, સેવા સેતુ, વિધવા-વિધુર સહાય યોજના સહીતના કાર્યક્રમો ફાઇનલ કરી મંજુરી માટે મોકલી દેવાયા છે. સરકારમાંથી ફાઇનલ થયે સ્થળ અને સમય હવે બે દિવસ બાદ જાહેર કરાશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે સરકારના પ વર્ષની ઉજવણી અંગે તા.૧ થી ૮ ઓગષ્ટ દરમિયાનના કાર્યક્રમો અંગે તૈયારીઓ કરાઇ છે. પરંતુ આ અંગેની રાજય સરકાર જાહેરાત કરશે. તા. ર ઓગષ્ટના દિવસે કોઇ લોકાર્પણ-ખાતમુહુર્ત નથી પરંતુ સંદેદના દિવસ તરીકે રાજકોટમાં ઉજવણી થશે. અને રાજયભરમાં પ્રસારીત પણ કરાશે.

વરસાદ નુકશાન અંગે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લામાં સારો વરસાદ પડી ગયો છે. કોઇ માનવ મૃત્યુ નથી, આમ છતા આખી રાત તમામ પ્રાંત-મામલતદારો-ટીડીઓ એલર્ટ રહયા હતા અને કાર્યવાહી કરાઇ હતી. એઇમ્સ અંગે તેમણે જણાવેલ કે પુલનો પ્રશ્ન છે. ઘંટેશ્વરથી ૯૦ મીટરના બની રહેલા રસ્તા સુધીનો પુલની ડીઝાઇન અંગે માર્ગ -મકાનના ઇજનેરોની ટીમને આજે સ્થળ ઉપર મોકલી છે. તેમનો રીપોર્ટ આવ્યે વિગતો જાણી શકાશે. દરમિયાન અન્ય સુત્રોના ઉમેર્યા પ્રમાણે આ પુલની હજુ ડીઝાઇન જ ફાઇનલ થઇ નથી ત્યાં હવે નવી ડીઝાઇન બને તેવી શકયતા છે. 

(3:02 pm IST)