Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

લેલી'ઝ દ્વારા સ્કીન -હેરની પ્રોડકટ લોન્ચ

ગુજરાતી એકટર મલ્હાર ઠાકરના હસ્તે આ પ્રોડકટ લોન્ચ થયેલી

રાજકોટ : આજના સમયમાં સુંદરતા વધારતી અનેક પ્રોડકટ માર્કેટમાં ઉપલબ્ધ છે. હજારો વિકલ્પો હોવાથી લોકોની મુંઝવણમાં પણ વધારો થયો છે. લોકોની મુંઝવણ દૂર કરવા માટે હવે રાજકોટની જ યુબીક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ રજુ કરી છે. (Lely's) બ્રાન્ડ. રાજકોટમાં ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર મલ્હાર ઠાકરના દ્વારા આ બ્રાન્ડ હેઠળ સ્કિન અને હેર કેરની અનેક વિધ પ્રોડકટ લોન્ચ કરવામાં આવી. ભારત સરકારના વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવાની સાથે ત્વચાના સ્વાસ્થ્ય માટે સાનૂકૂળ હોય એવા કોમ્બિનેશનથી આ તમામ પ્રોડકટ તૈયાર કરી છે. આ પ્રોડકટ તમામ પ્રકારની સ્કીન તથા હેર પર ઉપયોગમાં લઇ શકાશે. તમામ પ્રોડકટ ફુડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા માન્ય ફોર્મ્યુલા, ત્વચાને સાનૂકૂળ હોય તેવા જ ઘટકો દ્વારા તૈયાર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

અમુક કેમિકલ ત્વચા માટે લાંબે ગાળે હાનિકારક હોય છે. તેથી આ પ્રોડકટમાં ત્વચા માટે સાનૂ કુળ હોય તેવા જ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રોડકટ વાપરવામાં પણ સરળ હોવાનું જણાવાયું છે.

લેલી'ઝ બ્લોગિંગ દ્વારા નિષ્ણાંતો મારફતે સ્કિન કેર ટિપ્સ, હેર કેર ટિપ્સ, મેક અપ ટિપ્સ, ગ્રુમિંગ ટિપ્સ પણ આ પ્રોડકટસ માટે વેબસાઇટ www.lelys.in અથવા તો એપ્લિકેશન દ્વારા ઓર્ડર કરી શકાશે. તસ્વીરમાં લેલી'ઝના ફાઉન્ડર ભાવીની ખખ્ખર અને એમ.ડી. ઇલેશ ખખ્ખર નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) 

(3:01 pm IST)