Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પરાપીપળીયા રિસોર્ટમાં ફરવા ગયેલા કુરેશી પરિવારના ૯ લોકો ભારે વરસાદમાં ફસાઇ જતાં ગાંધીગ્રામ પોલીસ, ફાયર બ્રિગેડ અને ગ્રામજનોએ બચાવી લીધા

પોલીસ કમિશનર-જેસીપી-ડીસીપી-એસીપીની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા અને ટીમે 'પોલીસ પ્રજાનો મિત્ર' સુત્ર સાર્થક કર્યુ

રાજકોટઃ શહેરમાં રવિવારની રજામાં મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા નીકળી પડ્યા હતાં. પરંતુ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઇ જતાં અનેક ઠેકાણે પાણી ભરાઇ ગયા હતાં. એ દરમિયાન જામનગર રોડ પરપરા પીપળીયા ગામમાં આવેલા  પુષ્કર રિસોર્ટમાં શહેરીજન ઇમ્તિયાઝભાઈ હૈદરભાઈ કુરેશી પોતાના પરિવારના બીજા ૮ સભ્યો સાથે ફરવા ગયા હોઇ  પરા પીપળીયા ગામની નદીમાં પુર આવી જતા આ પરિવાર આ નદીના સામે કાંઠે ફસાઇ ગયો હતો.  પોતાની રિક્ષા નદીમાંથી પસાર થઇ શકે તેમ ન હોઇ જેથી તેઓએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા ત્યાંથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે. એ. વાળાને જાણ કરવામાં આવતાં ગ૧ાંધીગ્રામ પોલીસની ટીમ તાત્કાલિક પરા પીપળીયા ગામે પહોંચી હતી અને સરપંચ વિક્રમભાઇનો સંપર્ક કરી ગ્રામજનોની મદદ લીધી હતી. નદીમાં વધારે પાણી હોઇ અને પરિવાર સામાકાઠે હોઇ  જેથી ફાયરબ્રિગેડની ટીમને પણ જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક આવી ગઇ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તથા ગ્રામજનોએ મળી ફસાયેલા પરિવારજનોને રેસ્કયુ કરી ગામમાંથી બોલેરો ગાડી મંગાવી તમામને સુરક્ષીત રીતે તેમના ઘરે પહોંચાડી દીધા હતાં. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પોલીસની ટીમે  ં'પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સુત્ર વધુ એક વાર સાર્થક કર્યુ હતું. પોલીસ સહિતના તંત્રનો કુરેશી પરિવારે આભાર વ્યકત કર્યો હતો.

(12:07 pm IST)