Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ન્યારી-૧ ડેમમાં ૨.૫૦ અને ભાદરમાં ૦.૬૫ ફુટ નવા પાણીની આવક

બે દિવસ દરમિયાન સતત વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવકઃ આજીમાં માત્ર ૪ એમ.સી.એફ.ટી જેટલો નજીવો વધારોઃ આજે ન્યારી- ૧૮.૨૦ ફુટ, ભાદર- ૧૮.૦૫ ફુટ તથા આજી- ૧૬.૧૦ ફુટે પહોંચ્યા

રાજકોટ,તા.૨૬: રાજકોટમાં શનીવારથી મેઘરાજાએ કૃપા વરસાવતા શહેરને પાણી પાણી પુરૂ પાડતા ભાદર,ન્યારી-૧ આજી-૧ સહિતનાં ડેમોમાં વરસાદી પાણીનો નજીવો વધારો થવા પામ્યો છે.

ભાદરમાં ૦.૬૫ ફુટ પાણીની આવક

શનીવાર અને ગઇકાલે રવિવારે ધોધમાર વરસાદ વરસતા જેને પગલે શહેરને પાણી પુરુ પાડતા અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમમાં ૦.૬૫ ફુટ નવા પાણીની આવક થતા ડેમની સપટી હાલ ૧૮.૦૫ ફુટ સુધી પહોંચી છે.જે અડધાથી વધુ છે.ભાદર ડેમ ૩૪ ફુટે ઓવર ફલો થાય છે.

ન્યારીમાં ૨.૫૦ ફુટ નવા પાણીની આવક

શહરેની ભાગોળે કાલાવડ રોડ પર આવેલ અને ન્યુ રાજકોટનાં વિસ્તારને પાણી પુરૂ પાડતા ન્યારી-૧ ડેમાં બે દિવસમાં ૨.૫૦ ફુટ એટલે કે ૧૭૮ એમ.સી.એફ.ટી પાણીની આવક થતા કુલ જથ્થો ૬૦૩ એમ.સી.એફ.ટી થયો છે. ડેમની હાલની સપાટી ૧૮.૨૦ ફુટે પહોંચી છે. આ ડેમ ૨૫ ફુટે ઓવર ફલો થાય છે.

આજીમાં નજીવો વધારો

જયારે શહેરનાં મુખ્ય જળાશય એવા આજી-૧ ડેમમાં બે દિવસમાં માત્ર ૪ એમ.સી.એફ.ટી વરસાદી પાણીની આવક થવા પામી છે.

(2:59 pm IST)