Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

૧૯૫ વર્ષ પ્રાચીન જૈન તીર્થ માંડવી ચોક દેરાસરમાં ચોરી: ચકચાર

રાજકોટ:શહેરના ૧૯૫ વર્ષ પ્રાચીન જૈન તીર્થ માંડવી ચોક જિનાલય સોની બજાર ખાતે ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઇ છે.

ગત રાત્રીના બનેલ બનાવમાં ચોર પાછળની બારીની લોખંડની જાળી તોડી માણિભદ્ર દાદાના કાચ તથા લોખંડ ના ભંડારને તોડી ગયેલ. ચોરી કરનાર એક જ વ્યક્તિ હોવાનું અને તેણે પીપીઈ કીટ પહેરી હોવાનું જાણવા મળેલ છે. સંઘ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

(12:24 pm IST)