Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ એચ. એમ. ગઢવી ઉપરાંત તેમના બહેન, ભાભી, ભત્રીજો અને ભત્રીજીના કોરોના રિપોર્ટ પોઝિટિવઃ પોલીસ બેડામાં સન્નાટો

પરમ દિવસે માતા અને ભાઇ જયરાજસિંહ કોરોના સંક્રમિત જાહેર થયા હતાં

રાજકોટઃ શહેરના ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ શ્રી હિતેષદાન એમ. ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં પોલીસ બેડામાં સન્નાટો છવાઇ ગયો છે. પરમ દિવસે પીઆઇ એચ. એમ. ગઢવીના માતુશ્રી અને મોટાભાઇ જયરાજસિંહ એમ. ગઢવીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. એ પછી ગઇકાલે પીઆઇ એચ. એમ. ગઢવી તથા ઘરના બીજા સભ્યોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતાં. આ રિપોર્ટ આજે જાહેર થતાં પોલીસબેડામાં ચિંતા છવાઇ ગઇ છે. રાજકોટમાં ક્રાઇમ બ્રાંચમાં પોતાના ફરજકાળ દરમિયાન યશસ્વી કામગીરી કરનારા અને ખુબ લોકચાહના મેળવી ચુકેલા પીઆઇ હિતેષદાન એચ. ગઢવીની તાજેતરમાં જ રાજકોટ ક્રાઇમ બ્રાંચથી અમદાવાદ ખાતે બદલી થતાં ખુબ જ મોટી સંખ્યામાં શુભેચ્છકો અને બહોળા મિત્રવર્તુળોએ તેમને રૂબરૂ મળી નવા પોસ્ટીંગ માટે શુભકામના પાઠવી હતી.

પીઆઇ શ્રી ગઢવીના માતુશ્રી અને ભાઇ કોરોના પોઝિટિવ જાહેર થતાં ગઇકાલે પીઆઇ એચ. એમ. ગઢવી તથા ઘરના બીજા સભ્યોના રિપોર્ટ કરાવાયા હતાં. જે આજે જાહેર થયા છે. જેમાં પીઆઇ એચ. એમ. ગઢવી તથા તેમના બહેન નિતાબા મધુભાઇ ગઢવી, ભાભી જયશ્રીબેન જયરાજસિંહ ગઢવી, ભત્રીજા પૃથ્વીરાજસિંહ જયરાજસિંહ ગઢવી, ભત્રીજી કૃપાબા જયરાજસિંહ ગઢવી પણ કોરોનાથી સંક્રમિત જાહેર થતાં સ્ટાર સિનર્જીમાં સારવાર માટે દાખલ થયા છે. શ્રી હિતેષદાન ગઢવી તથા પરિવારજનોને ઝડપથી સાજા થવા સોૈ કોઇ શુભકામના પાઠવી રહ્યું છે.

(4:07 pm IST)