Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

સોમવારથી સોનીબજાર એક અઠવાડિયું સ્વૈચ્છીક બંધ રહેશે : રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ની અપીલ

કોરોનાના વધતા સંક્રમણને પગલે સર્વાનુમતે લેવાયો નિર્ણય

રાજકોટ : રાજકોટમાં કોરોનાના વધતા સંક્રમણને પગલે વિવિધ બજારો સ્વૈચ્છીક રીતે ધંધા વેપારનો સમય ઘટાડી રહ્યા છે ત્યારે રાજકોટ સોનીબજાર પણ સોમવારથી સંપૂર્ણ બંધ રાખવા નિર્ણંય લેવાયો છે :   રાજકોટ ગોલ્ડ ડીલર્સ

 રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન દ્વારા જણાવાયું છે કે બજારમાં અસંખ્ય કોરોના પોઝિટિવ કેશ છેલ્લા ૭-૮ દિવસ માં આવેલા  છે, અને રોજે રોજે એટલા બધા કેશ વધી રહ્યા છે, આજે કારોબારીના સભ્યો ની ટેલિફોનિક કોન્ફ્રન્સમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કેઆ સંક્રમણ રોકવા અને આપણા પરિવાર તેમજ સ્ટાફ ના ભાઈઓ ની સિક્યુરિટી જોતા આવતા સોમવાર ને તા. ૨૭/૦૭/૨૦૨૦ થી ૦૧/૦૮/૨૦૨૦ ને શનિવાર સુધી નું સ્વેઇચ્છીક બંધ રાખીયે. અને આપણા સહુ આ મહાબીમારી થી રક્ષણ કરીયે.
અને આ સાથે બધા રાજકોટ ના  જવેલર્સ સભ્યો સ્વૈચ્છીક બંધ માં પૂરો સાથે અને સહકાર આપશે તેવી અપેક્ષા રાખીયે છી તેમ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના પ્રમુખ ભાયાભાઇ સહોલીયાએ જણાવ્યું છે

(5:55 pm IST)