Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ધો.૧૨ પાસ વિદ્યાર્થીઓ સીએ ની પરીક્ષા આપી શકશેઃ રજીસ્‍ટ્રેશન

સીએ -સીએસ કોર્ષની માર્ગદર્શન પુસ્‍તિકા વિના મુલ્‍યે

રાજકોટઃ  તાજેતરમાં ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી તા.૧ જુલાઇ સુધીમા ICAI ની વેબસાઇટ પર જઇ રૂપિયા ૯,૨૦૦ ઓનલાઇન ભરી રજીસ્‍ટ્રેશન કરાવે તો આગામી નવેમ્‍બર માસથી શરૂ થનાર સીએ ફાઉન્‍ડેશનની પરીક્ષા આપી શકશે. જો વિદ્યાર્થી ૧ જુલાઇ પછી રજીસ્‍ટ્રેશન કરાવે તો પરીક્ષા ૬ મહીના પછી એટલેકે મે ૨૩ માં આપી શકે. આ અંગે વધુ માર્ગદર્શન મેળવવા તેમજ  સીએ/સી.એસ કોર્ષની માર્ગદર્શન પુસ્‍તિકા વિના મૂલ્‍યે મેળવવા પતંજલિ ઇન્‍સ્‍ટિયુટનો ૭૦૪૩૬૭૦૦૭૦ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.

 

(3:47 pm IST)