Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

PPE કીટના ટેન્ડરમાં બેદરકારી

અરજન્ટ રિકવાયરમેન્ટના ટેન્ડર જાહેર થયા, પણ પ૦ દિવસથી કોઇ જવાબ નથી

રાજકોટ તા. ર૬: કોરોના મહામારી સામે દેશ જંગ લડી રહ્યો છે. દરેક ક્ષેત્ર પોતાનું યોગદાન આપે છે. ઘણાં ઉત્પાદકોએ રાષ્ટ્રની જરૂરિયાત સમજીને PPE કીટ બનાવવી શરૂ કરી છે. સંકટ સમયે આ કીટ ખૂબ ઉપયોગી નવડી છે.

જોકે PPE કીટ અંગે સરકાર તરફથી ઉત્પાદક-વ્યાપારીને કડવો અનુભવ થયાનું ઘણાં જણાવે છે. ચર્ચાતી વાત પ્રમાણે ૮/પ/ર૦ર૦ના દિને ટેન્ડર જાહેર થયું હતું. ગુજરાત સરકારે અરજન્ટ રિકવાયરમેન્ટ અન્વયે આ ટેન્ડર આપ્યું હતું. તાત્કાલીક ધોરણે વસ્તુ જોઇતી હતી, પરંતુ આશ્ચર્ય એ છે કે-ટેન્ડર આપ્યાના પ૦ દિવસ પછી પણ કોઇ જવાબ નથી.

વ્યાપારીઓ-ઉત્પાદકો કહે છે, આમાં અમારા નાણાં રોકાઇ ગયા છે સરકાર કઇ દિશામાં ચાલે છે તેની ખબર પડતી નથી. આ રીતે દેશ કેમ આત્મનિર્ભર બનશે? તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.

(2:52 pm IST)