Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

રાજકોટ શહેર - જીલ્લાના ૮પ૧ MSME ઉદ્યોગકારોને ૪૩ કરોડ ૬૧ લાખની સહાય ચૂકવતા વિજયભાઇઃ ગાંધીનગરથી સ્વીચ દબાવી

કલેકટર-જીલ્લા ઉદ્યોગ અધિકારી-ઇન્ડસ્ટ્રીઝ એસો.ના અગ્રણીઓ-કારખાનેદારો હાજર : કલેકટર કચેરીમાં વીસી યોજાઇઃ આત્મનિર્ભર પેકેજ અંતર્ગત કેપીટલ વ્યાજ સહાય ઉદ્યોગકારોને ચૂકવાઇ

રાજકોટ તા. ર૬ : રાજયના મૂખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે રાજકોટ શહેર-જીલ્લાના ૮પ૧ MSME ઉદ્યોગકારોને ૪૩ કરોડ ૬૧ લાખની સહાય ગાંધીનગરથી સ્વીચ દબાવી દરેક ઉદ્યોગકારના બેંક ખાતામાં ડાયરેકટ જમા કરી દિધી હતી.

કલેકટર કચેરી ખાતે સવારે ૧૦ાા વાગ્યે આ માટે ખાસ વીસી યોજાઇ હતી, જેમાં કલેકટર શ્રી રેમ્યા મોહન ઉપરાંત જીલ્લા ઉદ્યોગ અધિકારી શ્રીમોરી, તમામ ઇન્ડસ્ટ્રીઝએસો.ના અગ્રણીઓ-હોદેદારો-કારખાનેદારો ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન જીલ્લા ઉદ્યોગ અધિકારીશ્રી મોરીએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજમાં કેપીટલ વ્યાજ સહાયની જાહેરાત કરાઇ હતી.

આ કેપીટલ વ્યાજ સહાય અંતર્ગત રાજકોટ શહેર-જીલ્લાના ૮પ૧ જેટલા MSME ઔદ્યોગીક એકમોને કુલ ૪૩ કરોડ ૬૧ લાખની સહાય આજરોજ ચુકવી દેવાઇ છે. ગાંધીનગરથી સંવેદનશીલ મૂખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેર-જીલ્લાના તમામ વિસ્તારની કુલ ૮પ૧ એકમોને ગાંધીનગરથી સ્વીચ દબાવી ડાયરેકટ તેમના બેંક ખાતામાં આ રકમ જમા કરી હતી.

આત્મનિર્ભર પેકેજ તા.ર૬/૦૬/ર૦ર૦ ની VC ના લાભાર્થીની યાદી MSME ઉદ્યોગ

યોજનાનું નામઃ

કેપિટલ એન્ડ વ્યાજ સહાય

કુલ સબસિડી કલેઇમની સંખ્યાઃ

૮પ૧

કુલ વ્યાજ સહાય

ર૧,૯૪,પ૩,૪૮૬

કુલ કેપિટલ સહાય

૨૧,૩૧,૬૬,૬૪૨

કુલ CGTMSE FREE

૩પ,પ૩,૦પ૦

કુલ સબસિડીની રકમઃ

૪૩,૬૧,૭૩, ૧૭૮

કુટિર ઉદ્યોગ

યોજનાનું નામઃ

વાજપાઇ બેન્કેબલ યોજના

કુલ સબસિડીની રકમઃ

૩૦૦,૦૦,૦૦૦

કુલ લાભાર્થીની સંખ્યા

પ૮પ

(1:08 pm IST)