Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

બ્રાન્ડ જમાવવી હોય તો 'લોગો' સારો બનાવો : દેવલ દવે જોશી

કેએસપીસી દ્વારા ઇન્ડિયન રેયોનના સહયોગથી 'લાઇ વીધીન આઇ' વાર્તાલાપ

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ યુનિટ, ઇન્ડિયન રેયોન વેરાવળના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે 'લાઇ વીધીન આઇ' વિષય પર વાર્તાલાપ યોજાયો હતો. જેમાં મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત લાઇફ મેનેજમેન્ટ કોચ, સ્પીકર, ટ્રેનર દેવલ દવે જોશીએ બોડીલેંગ્વેજ, કોમ્યુનિકેશન, પર્સનાલીટી અને પ્રેઝન્ટેશનના પાસાઓ વર્ણવી જણાવેલ કે વ્યવસાયમાં બ્રાન્ડ જમાવવા માટે 'લોગો' સારો હોવો જરૂરી છે. લોગો જોઇને જ લોકો આકર્ષાતા હોય છે. આથી બીઝનેશની ઇમેજ બનાવવા લોગો આકર્ષક હોવો જરૂરી બની રહે છે. લાઇફ સ્ટાઇલ પર છણાવટ કરતા જણાવેલ કે જીવનમાં અહમ અને અસંતોષને કંટ્રોલ કરતા રહો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદેએ કાર્યક્રમ વિષયક માહીતી રજુ કરેલ. બાદમાં કાઉન્સીલના ઉપપ્રમુખ ડી. જી. પંચમીયાએ વકતાનો પરીચય આપેલ. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવે અને માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાના હસ્તે વકતાને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્ય હિરાભાઇ માણેક, કિરીટભાઇ વોરા, મહેન્દ્રભાઇ ત્રિવદી, સોનલબેન ગોહેલ, એસ.બી.આઇ. નિવૃત્ત ચીફ મેનેજર પ્રહલાદભાઇ ગોહેલ, આત્મીય યુનિ. ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફીસર દિવ્યાંગ તિવારી, મનસુખલાલ જાગાણી, દિનકરરાય દેસાઇ, સલોની મજીઠીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ સંભાળી હતી.

(4:30 pm IST)