Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સફાઈ કામદારોના વારસદારોને નોકરી અપાતા સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન દ્વારા અધિકારીઓ-પદાધિકારીઓનું સન્માન

રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અશકત સફાઈ કામદારોના સ્વૈચ્છીક રાજીનામા બાદ તેઓના ૯૦ જેટલા વારસદારોને તેમજ ચાલુ ફરજે મૃત્યુ પામનારના વારસદારો સહિત કુલ ૧૦૪ વારસદારોને રહેમરાહે નોકરી અપાતા અખિલ વાલ્મિકી સમાજ સફાઈ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનીયન દ્વારા મ્યુ. કમિશ્નર સહિતના અધિકારીઓ તથા મેયર સહિતના પદાધિકારીઓનું ફુલહાર કરી સન્માન કરાયુ હતુ તે વખતની તસ્વીર. આ તકે યુનીયનના આગેવાનોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ભાજપના સિનીયર કોર્પોરેટર અને પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, દંડક અજયભાઈ પરમાર, શાસક નેતા દલસુખભાઈ જાગાણી, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર વગેરે પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી તથા મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાની, પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર, શ્રી રામાનુજ, ડે. કમિશ્નર શ્રી જાડેજા વગેરેનો પણ આભાર માન્યો હતો. આ તકે યુનિયનના હોદેદારો મનોજભાઈ ટીમાણીયા, કમલેશભાઈ વાઘેલા, બટુકભાઈ વાઘેલા, ભરતભાઈ બારૈયા, યતીનભાઈ વાઘેલા, ખીમજીભાઈ જેઠવા, નીતિનભાઈ વાઘેલા, શ્યામભાઈ વાઘેલા, જગદીશભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:28 pm IST)
  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST

  • મોદી સરકારે ર વર્ષમાં ૮૭૦૦૦ પાકિસ્તાની અને ર૩ લાખ બાંગ્લાદેશીને વીઝા આપ્યા access_time 3:21 pm IST

  • બાલાકોટ એર સ્ટ્રાઇકની યોજનાબનાવનાર : સામંત બન્યા રોના વડાઃ અરવિંદ આઇબીના વડા : બંને ૧૯૮૪ બેચના આઇપીએસ છે કેન્દ્રએ બંનેને મોટી જવાબદારી સોંપી access_time 4:23 pm IST