Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

' યોર માઇક' કાર્યક્રમમાં નવોદિત કલાકારો ખીલ્યા

સંગીતની દુનિયામાં કાવ્ય અને સ્ટેન્ડઅપ કોમેડી જેવી કલાને બહુ સ્થાન નથી મળતુ ત્યારે કાલાવડ રોડ પર આવેલા અર્બન ડેક કાફે ખાતે યુવક દર્શિત આડેસરા દ્વારા યુવાનોમાં રહેલી કવિતા, સ્ટોરીટેલિંગ, સ્ટેન્ડઅપ કોમેડી, મ્યુઝિક સહિતની કલાને સ્ટેજ મળે તે હેતુ સાથે 'યોર માઇક' નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.     કાર્યક્રમમાં  મોટી સંખ્યામાં યુવા કલા રસિકો ઉમટયા હતા. 'યોર માઇક' કાર્યક્રમમાં શનિ પંડયાએ ગઝલ રજૂ, જયારે ખ્યાતિ બુદ્ધદેવએ પ્રેમ પર લખેલી કવિતા રજુ કરી હતી. આ ઉપરાંત બોટાદના આઝાદ ગોહિલે સાહિત્ય અને છપાકરૂની રજુઆત કરી હતી તેમજ દુબઇમાં વસતા નિત્યએ બંગાળી ગીતની રજુઆત કરી હતી, જયારે જય પરીખે કાવ્ય રચના અને અનામિકાએ પોતાની વાર્તા રજુ કરી હતી. આ ઉપરાંત પ્રિત રાઠોડે સમગ્ર કાર્યક્રમમાં બેકગ્રાઉન્ડ મ્યુઝીક તેમજઇન્સ્ટ્રેુમેન્ટલ સોંગ વગાડીને સોૈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઇવેન્ટને સફળ બનાવવા દર્શિત આડેસરા સહિત, કરણ સંઘવી,ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફી માટે કિશન જોશી, ઉત્સવ, નિધી અને અર્બન ડેક કાફેના રાજના સાકરીયાએ જહેમત ઉઠાવી હતી.

(4:27 pm IST)