Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સમગ્ર શહેરમાં ફીલ્ટર કર્યા વિના ધૂળ-ગંદા પાણીનું વિતરણ : કોંગ્રેસ

વોર્ડ નં.૩ના વિવિધ વિસ્તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્કની જરૂર : કોંગી કોર્પોરેટર દિલીપ આસવાણી દ્વારા રજૂઆત

રાજકોટ, તા.ર૭ : સમગ્ર શહેરમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા પીવાનું પાણી જે વિતરણ કરવામાં આવે છે તે પ્રોપર ફીલ્ટર કર્યા વિના તથા કચરો તેમજ અત્યંત દુર્ગંધ તેમજ પાણી પીળાશ પડતું વિતરણ થતું હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર દિલીપ આસવાણી દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે કોર્પોરેટર દિલીપ આસવાણીએ જણાવ્યું હતું કે, લાઇનલોસ ઘટાડવા માટે ભૂતિયા કનેકશન ભૂતકાળ બનાવવા માટે નવી ડી.આર.આઇ. લાઇન નાખવાની જરૂર છે. જેમાં વોર્ડ નં. ૩માં સ્લમ કવાર્ટસ, રેફયુઝી કોલોની, જંકશન પ્લોટ, ગાયકવાડી, જંકશન કો.ઓ. સોસાયટી, ઝુલેલાલ નગર જેવા તમામ વિસ્તારમાં વધુ ડી.આઇ.આર. લાઇનનું નેટવર્ક ઉભું કરવાની જરૂર છે તેમ અંતમાં જણાવાયું છે.

(4:27 pm IST)