Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પોસ્ટ ઓફીસમાં આવકારદાયક કામગીરી-લેવા પણ ટોકન પ્રથા રોકડ જમા ઉધાર માટે જ રાખો

રીટાયર્ડ પોસ્ટ માસ્ટર રજનીકાંતનો સિનિયર સુપ્રી.પોસ્ટલને વિસ્તૃત પત્રઃ અનેક સુચનો કરાયાઃ રેસકોર્ષ બ્રાંચ શરૂ કરવા માંગણી

રાજકોટઃ આપના પોસ્ટ ખાતાનો સેવા મંત્ર છે કે, 'અહનિશ સેવામહે' ઘણા સમયથી રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં બેન્કની જેમ ટોકન પધ્ધતિ દાખલ કરેલ છે તથા બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરેલ છે તે આવકારદાયક છે. બેન્કોમાં ટોકન પધ્ધતિ ખાતામાં પૈસા એટલે કે રોકડ જમા/ઉધાર કરવા માટે અમલમાં છે જે ૧૦ થી ૪ દરમ્યાન પણ ટોકન આપવામાં આવે છે પરંતુ આપણે ત્યાં સેવીંગ ખાતામાંથી ચેકબુક લેવાની હોય, પી.યી.એફમાં એશીટેન્શન કરાવવાતુ હોય, કે.વાય.સી અપડેટ કરવાના હોય, ૧૫જી અથવા ૧૫એચ ફોર્મ જમા કરાવવા માટે , આ બધા કામ માટે પણ ટોકન લેવો ફરજીયાત કરેલ છે.તે તદ્દન બિનજરૂરી છે. એસબી./એમ.આઇ.એસ વગેરેમાં રોકડ જમા/ઉધાર કરવા માટે સીનીયર સીટીઝન તથા અન્ય ગ્રાહકોને ત્રણ થી ચાર કલાક બેસવું પડે છે અને તેથી ખુબ જ હેરાનગતી થાય છે માટે ટોકન પધ્ધતિ આપ બેન્કોની જેમ માત્ર રોકડ જમા/ઉધાર કરવા માટે જ રાખવી જરૂરી છે.

(3:48 pm IST)