Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

વિજય પ્લોટમાં ક્રિકેટનો સટ્ટો રમતાં ઓમપ્રકાશ ચંચલાણીની ધરપકડ

રાજકોટ તા. ૨૬: વિજય પ્લોટ-૨૬ના ખુણે ભંગારના ડેલા પાસે રોડ પર ઉભો રહી એક શખ્સ ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની ટીમો વચ્ચેના વર્લ્ડકપના મેચ પર રનફેરના ફોન પર સોદા લઇ હારજીતનો જૂગાર રમતો હોઇ એ-ડિવીઝનના પીએસઆઇ એસ. વી. સાખરા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, નરેશભાઇ ઝાલા સહિતની ટીમે પકડી લીધો હતો.

પોલીસ પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ ઓમપ્રકાશ આયલદાસ ચંચલાણી (ઉ.૫૯-રહે. પરસાણાનગર-૧, લાલારાજ કૃપા) જણાવતાં તેની સામે ગુનો નોંધી રૂ. ૫ હજારનો ફોન કબ્જે કરાયો હતો. પીઆઇ એન. કે. જાડેજાની રાહબરીમાં વધુ તપાસ થઇ રહી છે.

(3:39 pm IST)