Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પોપટપરાના નિલેષ કોળીને ઉછીના પૈસા બાબતે મિત્ર ચિરાગે છરીના બે ઘા ઝીંકયા

નિલેષે બીજા મિત્ર નિતીન પાસેથી પોતે બે દિવસ પછી પૈસા લઇને આપશે તેમ કહેતાં માથાકુટ

રાજકોટ તા. ૨૬: પોપટપરા કૃષ્ણનગર-૫/૩ના ખુણે રહેતાં રિક્ષાચાલક નિલેષ ભૂપતભાઇ ડેડાણી (ઉ.૨૩) નામના કોળી યુવાનને તે રાત્રે સાડા અગિયારેક વાગ્યે જુના મોરબી રોડ પર રાજ વે બ્રીજ પાસે હતો ત્યારે તેના જ મિત્ર રિક્ષાચાલક ચિરાગ ઉર્ફ ભાણો સાજનભાઇ જોષીએ ઝઘડો કરી છાતીમાં છરીના બે ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના પીએસઆઇ વી. કે. ઝાલાએ હોસ્પિટલે પહોંચી નિલેષની ફરિયાદ પરથી ચિરાગ ઉર્ફ ભાણા સામે ગુનો નોંધ્યો હતો. નિલેષના કહેવા મુજબ ચિરાગને દસ હજાર રૂપિયાની જરૂર હોઇ આ રકમ બીજા મિત્ર નિતીન નંદા પાસેથી લઇ દેવાનું કહ્યું હતું. પણ નિતીન પાસે હાલમાં પૈસા ન હોઇ પોતે બે દિવસ પછી તેની પાસેથી અપાવી દેશે તેમ કહેતાં ચિરાગ ઉશ્કેરાયો હતો અને આજે જ પૈસા આપવા પડશે...તેમ કહી ઝઘડો કરી છરી કાઢી બે ઘા ઝીંકી દીધા હતાં. પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)
  • સુરતના કીમમાં ઠેર ઠેર પાણી ભરાયા :સાધના હોસ્પિટલમાં પાણી ઘુસ્યા સુરતમાં પ્રથમ વરસાદે જ કિમ ગ્રામ પંચાયતની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કિમના સાધના હોસ્પિટલ નજીક વરસાદી પાણી ભરાયા છે, જયારે અમૃતનગર અને શિવાજીનગર જવાના માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. access_time 7:56 pm IST

  • મનમોહનસિંઘને ભારત રત્ન એવોર્ડ અપાશે : સંસદમાં પ્રવચન દરમિયાન નરેન્દ્રભાઈએ નિર્દેશ આપ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘને 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવશે : ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ access_time 6:16 pm IST

  • ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો હેતુ : ઇલેકટ્રીક વાહનો માટે ઘણી ટેકસ રાહતો જાહેર થઇ શકે : ઇલેકટ્રીક વાહનો ઉપર જીએસટી વધુ ઘટાડી દેવા પ્રયાસ access_time 4:23 pm IST