Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રિસામણે ગયેલી પત્નિ મહિલા પોલીસને સાથે લઇને આવતાં જીતુ ફિનાઇલ પી ગયો

થોરાળાના યુવાનને સારવાર માટે દાખલ કરવો પડ્યો

રાજકોટ તા. ૨૬: થોરાળા ગોકુલપરામાં રહેતાં જીતુ દેવશીભાઇ મકવાણા (ઉ.૨૫) નામના વણકર યુવાને રાત્રે નવેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે થોરાળા પોલીસમાં જાણ કરી હતી. જીતુના પિતા દેવશીભાઇ મકાભાઇ મકવાણાના કહેવા મુજબ જીતુ કારખાનામાં મજૂરી કરે છે. તેની પત્નિ દક્ષા ચારેક મહિનાથી રિસામણે છે અને ભગવતીપરામાં તેના માવતરે રહે છે. જીતુને સંતાનમાં બે દિકરી છે. દક્ષાએ મહિલા પોલીસમાં ફરિયાદ કરી હોઇ સાંજે દક્ષા બેે મહિલા પોલીસ કર્મચારીને સાથે લઇને ઘરે આવતાં અને ધોલધપાટ થતાં જીતુ ફિનાઇલ પી ગયો હતો.

પરસાણાનગરના મહેશભાઇ કેલ્શીયમની વધુ દવા પી ગયા

જામનગર રોડ પર પરસાણાનગર-૬માં રહેતાં મહેશભાઇ જેઠાનંદભાઇ તલરેજા (ઉ.૫૦)ની દવા ચાલુ હોઇ તેમાંથી કેલ્શીયમની એક સાથે પચ્ચીસ ગોળી પી જતાં તબિયત બગડતાં સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મહેશભાઇ નિવૃત જીવન જીવે છે.

રૈયાધારના યુવાને થીનર પીધું

રૈયાધાર મફતીયાપરામાં રહેતો દાતાર ઓમપ્રકાશ ચોૈહાણ (ઉ.૨૦) રાત્રે થીનર પી જતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

(3:37 pm IST)