Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ગેમ રમવા નાના ભાઇ મનસુખે મોબાઇલ ફોન ન દેતાં લાલો ફિનાઇલ પી ગયો

મોરબી રોડ પરની સંગીતા સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૨૬: યુવાનો અને તરૂણોને મોબાઇલનું અને મોબાઇલ ગેમ્સનું ગજબનું વળગણ હોય છે. મોરબી રોડ પર સંગીતા સોસાયટી ૨૫ વારીયામાં રહેતાં વિજય ઉર્ફ લાલો કાનજીભાઇ રામાવત (ઉ.૨૨) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

લાલો બે ભાઇમાં મોટો છે અને બટેટા વેંચી ગુજરાન ચલાવે છે. તેના છ માસ પહેલા જ લગ્ન થયા છે. નાના ભાઇ મનસુખ પાસે મોબાઇલ ફોન હોઇ તે ગેમ રમવા માટે લાલાએ માંગતા મનસુખે ન આપતાં લાલાને માઠુ લાગી જતાં ફિનાઇલ પી ગયાનું તેના ફઇએ જણાવ્યું હતું. સારવારમાં સુધારો થતાં રાતે જ રજા અપાઇ હતી.

(3:37 pm IST)
  • નરેન્દ્રભાઇ આવતીકાલથી ત્રણ દિવસ જાપાનના પ્રવાશે : G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી આપશે હાજરીઃ ૨૭ થી ૨૯ જુન સુધી જાપાનના ઓસાકામાં યોજાશેઃ સંમેલન અમેરીકાના ડોનાલ્ટ્ર ટ્રમ્પ સાથે મુલાકાત કરશેઃ રશીયા, ચીનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે નરેન્દ્રભાઇ access_time 1:09 pm IST

  • સુરતના કીમમાં ઠેર ઠેર પાણી ભરાયા :સાધના હોસ્પિટલમાં પાણી ઘુસ્યા સુરતમાં પ્રથમ વરસાદે જ કિમ ગ્રામ પંચાયતની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કિમના સાધના હોસ્પિટલ નજીક વરસાદી પાણી ભરાયા છે, જયારે અમૃતનગર અને શિવાજીનગર જવાના માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. access_time 7:56 pm IST

  • અમદાવાદમાં પતિને પબજી ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નિને માર્યો માર : છેલ્લા ઘણા સમયથી સાસરીયાઓ ત્રાસ આપતાં પરણિતાએ કર્યો આપઘાતનો પ્રયાસઃ પરણીતાની ફરીયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી access_time 3:09 pm IST