Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પેડક રોડ પરથી હનીફશા શાહમદાર ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ તા. ર૬ :.. શહેરના પેડક રોડ પરથી બી. ડીવીઝન પોલીસે બાતમીના આધારે ફકીર શખ્સને ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેરમાં વાહન ચોરીના ગુના અટકવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સુચના આપતા બી. ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી. જે. ફર્નાનડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર તથા એએસઆઇ એસ. ડી. પાદરીયા, હેડ કોન્સ. વીરમભાઇ, મોહરીનખાન, મનોજભાઇ, મહેશભાઇ ચાવડા, કિરણભાઇ, એભલભાઇ,  હંસરાજભાઇ, કેતનભાઇ તથા હરપાલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિરમભાઇ, મોહસીનખાન મલેક, કીરણભાઇ તથા હરપાલસિંહને મળેલી બાતમીના આધારે પેડક રોડ પાણીના ટાંકા પાસેથી હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર  (ઉ.૩ર), (રહે. ગંજીવાડા શેરી નં. ર૦) ને જીજે ૩ કેએમ -૬પ૦પ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. તેની પુછપરછ કરતા વધુ બે બાઇક ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે ત્રણેય બાઇક કબ્જે કરી હનીફશાની ધરપકડ કરી હતી.

(3:36 pm IST)