Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પૂ. ઇન્દુબાઇ મ.સ.નો સાતમો પુણ્ય સ્મૃતિ દિન ઉજવાશેઃ નાલંદા તીર્થધામમાં આયોજન

નકોર અઠ્ઠમતપ, સામાયિક, મૌન યાત્રા, દિવ્યજાપ યોજાશે

રાજકોટઃ તા.૨૬, ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ ભગવાન તુલ્ય બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની ૭મી વાર્ષીકપુણ્ય સ્મૃતિ દિને સમગ્રઙ્ગ રાજકોટ લેવલે નકોર અઠ્ઠમનું આયોજન તા.૫,૬ તથા ૭ના રોજ રાખેલ છે. આ અઠ્ઠમતપની આરાધનામાં જેમણે જોડાવવું હોય તેમણે પોતાના નામ ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં તા.૩ સુધીમાં લખાવી દેવાના રહેશે. નકોર અઠ્ઠમતપ કરનાર તપસ્વીએ તા.૫ને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે સમુહ પચ્ચખાણમાં હાજર રહેવાનું રહેશે. તથા તેજ સમયે અઠ્ઠમનો ત્રણે દિવસનો પાસ આપશે. ત્રણેય દિવસ સામાયીક - જાપ પ્રતિક્રમણ વગેરે ધર્માનુષ્ઠાનો રહેશે. જેમાં તા.૭ને રવિવારના રોજ ભગવાન તુલ્ય મોટા સ્વામીનો સ્મૃતિદિન હોવાથી તે દિવસે પુણ્યાશ્રાવકની શુધ્ધ સામાયીક સવારે ૧૦:૩૦ થી ૧ વાગ્યા સુધી રાખેલ છે. જેમાં ૧૦:૩૦ વાગ્યા સુધીમાં પાસ આપી દેવામાં આવશે. સવારે ૧૦:૪૫ થી ૧૧:૩૦ સુધી ઇન્દુબાઇ સ્વામી અમર રહો ના નાદ સાથે મૌનયાત્રા યોજાશે. અઠ્ઠમતપના પારણા શારદાબેન મોદી તરફથી તથા ત્રિરંગી સામાયીક તથા દિવ્યજાપના બહુમાનના લાભાર્થી તમામ ગુરૂણીભકતો છે.

મોટા સ્વામીની ભાવનાની અનુમોદના માટે ૧૧ નવકારવાળી ૧૧ વાગ્યે મૌન સહિત કરવાની છે. તા.૭ના રોજ સામાયીકના ઉપકરણ સાથે આવવાનું છે.

સાથે ખાસ વિશેષ કાર્યક્રમ પૂ. મહાસતીજી જયારે આ ધરતી પરથી ૧૨:૩૯ના સમયે વિદાય લીધી તેની સાક્ષી રૂપે સમગ્ર સમાજ તથા તમામ સંઘો હાજર હતા બરાબર ૧૨:૩૯ના સમયે તમામ ગુરૂણી ભકતો ''ઇન્દુબાઇ સ્વામી શરણં મમ''ના જાપ કરશે.

(3:35 pm IST)