Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સંગઠન પર્વ અંતર્ગત સાંજે શહેર ભાજપની અગત્યની બેઠક

રાજકોટ તા.ર૬ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર  રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતભરમાં સંગઠન પર્વ ર૦૧૯ આગામી તા.૬ જુલાઇના એટલે કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ દિવસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છ.ે

તે પૂર્વે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગરો ખાતે અપેક્ષીત, શ્રેણીના કાર્યકર્તાઓ માટે બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત આજે તા. ર૬ બુધવારે સાંજે ૬ કલાકે ટાગોર રોડ ખાતે આવેલ હેમુ ગઢવી હોલ મીની થિયેટર ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, આ બેઠકમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટ ઉપસ્થિત રહી સંગઠન પર્વ વિશે વિસ્તૃત માહિતી આપશે અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા સંગઠન પર્વ, ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઇન્ચાર્જ પુષ્કર પટેલ અને ડો. દર્શીતાબેન શાહે જાહેર અનુરોધ કર્યો છે.

(3:29 pm IST)