Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મધ્યાહન ભોજનના ડે.કલેકટર એમ.કે. પટેલની ખેડા બદલી થતા ભાવભીની વિદાય

રાજકોટ : નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજનાની કચેરી, રાજકોટના નાયબ કલેકટર એમ.કે. પટેલની ખેડા મુકામે નયાબ જિલ્લા વિકાસ અધિકારી પદે બદલી થતા આજરોજ મધ્યાહન ભોજન યોજના કચેરી અને જીલ્લા પુરવઠા કચેરીના સ્ટાફ પરીવાર દ્વારા વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ (પૂર્વ)નાં મામલતદાર બરાસરાની ઉપસ્થિત રહેલ.એમ.કે. પટેલ અત્રેની કચેરીમાં તા.પ/૧૦/ર૦૧૭ થી નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજના ખાસ જમીન સંપાદન અધિકારી, જમીન સંપાદનની કચેરી, નાયબ કલેકટર, જમીન સંપાદન અને પુનઃવસવાટની કચેરી, નાયબ કમિશ્નર મનોરંજન કરની કચેરી, સૌરાષ્ટ્ર-કચ્છ, ગ્રાહક સુરક્ષા અધિકારી, અધ્યક્ષ જીલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ, જિલ્લા પુરવઠા અધિકારી તરીકેની જવાબદારી સફળતાપૂર્વક બજાવેલ છે. એમ.કે. પટેલે મધ્યાહન ભોજનમાં ખૂબ જ સારી કામગીરી બજાવેલ. જેમાં જીલ્લામાં નાસ્તા તથા ભોજન સાથેનું ગુણવતાયુકત મધ્યાહન ભોજનની અમલીકરણ તેમજ દરેક શાળામં કિચનશેડ તેમજ ગેસ કનેકશનની સફળતાપૂર્વક કામગીરી કરેલ છે આ ઉપરાંત ઉનાળુ વેકેશન દરમ્યાન અછતગસ્ત તાલુકાઓમાં દૂધ સંજીવની યોજનાની અમલવારી કરાવેલ છે. (તેમનો મો. ૯૭ર૭૭ ૬૩૧ર૪)

ચુંટણી અધિકારી તરીકે વિધાનસભામાં તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે લોકસભાની સામાન્ય ચુંટણીમાં તેમજ મતદાર નોંધણી અધિકારી તરીકે મતદારયાદીની યશસ્વી કામગીરી કરેલ છે. આ પ્રસંગે મધ્યાહન ભોજન યોજના કચેરી અને જિલ્લા પુરવઠા કચેરીના તમામ સ્ટાફ પરીવારે લાગણીસભર વિદાય આપી હતી.

(3:26 pm IST)