Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રાજકોટમાં તમામ સરકારી ખરાબા ફરતે કમ્પાઉન્ડ વોલ કરી લેવા આદેશોઃ મામલતદારોમાં દોડધામ

બે સ્થળે વોલ બનાવી નખાઇઃ લાખો ચો.મી. સરકારી જમીન ખુલ્લી પડી છે

રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા ઉભા થઇ રહેલા દબાણો સામે હવે ખુલ્લી પડેલ સરકારી ખરાબા જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું શરૂ કર્યુ તે નજરે પડે છે.

રાજકોટ, તા., ર૬: રાજકોટમાં જમીન કૌભાંડકારો-ભુમાફીયાઓ બેફામ છે. અબજોની સરકારી જમીનો ઉપર દબાણો થઇ ગયા છે અને થઇ પણ રહયા છે. તંત્ર ગમે તે કારણોસર પગલા લેતું નથી.

પરંતુ હાલ ખૂલ્લી પડેલ લાખો ચો.મી. સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ નો થાય અને દબાણ હોય તો તે દુર કરી કમ્પાઉન્ડ વોલ કરવા કલેકટરે આદેશો કરતા દરેક મામલતદારને દોડધામ થઇ પડી છે.

શહેરના તમામ સરકારી ખરાબાના સર્વે બાદ હવે લાખોના ખર્ચે કમ્પાઉન્ડ બનાવવાનું શરૂ કરાયું છે.

રૈયા સર્વે નં. ૩૧૮ પૈકી ટીપી-૧૬ રૈયા અને એફ.પી. ૮૬/૫ અને ૮૬/૬ નીલ સીટી સામે આવેલ ૭પ૦૦ ચો.મી. જમીન ઉપરનું દબાણ દુર કરી વોલ બનાવી લેવાઇ છે.

તો કાલાવડ રોડ ઉપર ૧૯ હજાર ચો.મી. સરકારી ખરાબાની જમીન ઉપર કમ્પાઉન્ડ વોલ કરી જમીન કવર કરી લેવાઇ છે અને હાલ અન્ય અડધો ડઝન સ્થળે આ કામગીરી ચાલુ રખાઇ છે.

(3:24 pm IST)