Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

''વીજ કંપનીઓમાં એ.સી.નું વેચાણ થશે''એ ફેક મેસેજ છે :રાજયની વીજ કંપનીઓમાં આવી કોઇ યોજના અમલમાં નથી

રાજકોટ તા.ર૬ : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની એક અખબારી યાદી જણાવે છે કે, થોડા સમયથી સોશ્યલ મીડિયામાં ''રૂ.૧૦,૦૦૦ (૧.પ ટન એસી.) શરૂઆત ગુજરાતથી જીઇબીમાં એ.સી.નું વેચાણ તા.૧૭/૭/ર૦૧૯ ના બીલ ઉપર મળશે'' એ શીર્ષકથી એક ખોટો મેસેજ વાયરલ થયેલ છે.

આ અંગે જીયુવીએનએલ અને તેની સંલગ્ન વીજ કંપનીના વીજગ્રાહકોને જણાવવાનું કે, વીજગ્રાહકોને ગેરમાર્ગે દોરવા કોઇક ઇસમે આવો ખોટો મેસેજ વાયરલ કરેલ હોય તેમ જણાય છે. આવી કોઇ જ યોજના જીયુવીએનએલ અને તેની સંલગ્ન વીજ વિતરણ કંપનીઓ જેવી કે, મધ્ય ગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અમલમાં નથી અને આવી કોઇ યોજના વીજ કંપની ખાતેવિચારણા હેઠળ નથી તેમજ જીયુવીએનએલ અને તેની સંલગ્ન વીજ કંપનીને સદર વાયરલ થયેલ મેસેજ અંગે કોઇ લેવા-દેવા નથી.

હકીકતમાં કોઇપણ ગ્રાહકલક્ષી યોજના અંગેની સાચી અને આધારભૂત માહિતી આપના વિસતારની વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતેથી જ મળી શકે આથી ભવિષ્યમાં સોશ્યલ મીડિયા કે અન્ય કોઇ દ્વારા પ્રસારિત થતાં આવા કોઇ ખોટા મેસેજથી ગેરમાર્ગે ના દોરાવા વીજગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે.

(1:20 pm IST)
  • બેંકોને ચુનો ચોપડનાર સંદેસરા બંધુઓ સામે ઇડીનીકાર્યવાહીઃ૯૭૭૮કરોડની પ્રોપર્ટી જપ્ત : નવી દિલ્હીઃ બેંકોના ૮૧૦૦ રૂપીયા ચાંઉ કરી જનાર વડોદરાના ઉદ્યોગપતિ સંદેસર બ્રધર્સ વિરૂધ્ધ ઇડીએ ધોકો પછાડયોઃ ૯૭૭૮ કરોડની સંપતિ જપ્ત કરીઃજેમાં લંડનમાં મોજુદ પ્રોપર્ટી અને પ્ેલેન પણ સામેલ છેઃ બંને ભાઇ ચેતન-નીતીન ફરાર છેઃ રેડકોર્નર નોટીસ જારી થઇ છે access_time 4:22 pm IST

  • રાજયની સરકારી કોલેજો અને યુનિવર્સિટીને ફાયર સેફટીના સાધનો અપાશે સુરત અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી : બજેટમાં ખાસ જોગવાઈ કરાશે access_time 6:26 pm IST

  • અમદાવાદમાં પતિને પબજી ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નિને માર્યો માર : છેલ્લા ઘણા સમયથી સાસરીયાઓ ત્રાસ આપતાં પરણિતાએ કર્યો આપઘાતનો પ્રયાસઃ પરણીતાની ફરીયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી access_time 3:09 pm IST