Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ રાજકોટમાં

સંગઠન પર્વ સંદર્ભે શહેર-જિલ્લાની બેઠક

રાજકોટ તા.૨૬: ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન પર્વના પ્રવેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવ ભટ્ટ (વડોદરા) આજે સવારે મોરબીમાં મીટીંગ યોજી બપોર બાદ રાજકોટ આવી રહ્યા છે. ૪ વાગ્યે જિલ્લા ભાજપ અને ૬ વાગ્યે શહેર ભાજપના અપેક્ષિત કાર્યકરો સાથે તેમણે બેઠક યોજી છે. સભ્ય નોંધણી ઝુંબેશ સહિતની બાબતે તેઓ માર્ગદર્શન આપશે. સંગઠન પર્વના સૌરાષ્ટ્રના સંયોજક કિરીટસિંહ રાણા પણ બન્ને બેઠકમાં હાજરી આપનાર છે.

(11:36 am IST)