Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પશુપાલકો પર ફરી વરસતી રાજકોટ ડેરી : સોમવારથી કિલો ફેટે રૂ ૭૦૦

અમુલ અને ગોપાલના ઉત્પાદનો ખરીદવા ગોવિંદભાઇ રાણપરીયાની અપીલ

રાજકોટ તા ૨૬  :  રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ના અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરીયાએ ખરીદ ભાવમાં ઐતિહાસીક વધારો કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે પ્રવર્તમાન ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા ૨૦/- નો વધારો કરીને પ્રતિ કિલો ફેટે રૂા ૭૦૦/- (ફેટે રૂા૭/-) અને સંઘ દર દિવસે ૧૫ થી ૧૭ કરોડ રૂપિયાનું પેમેન્ટ તેની ૮૩૦ દૂધ મંડળીઓ મારફત અંદાજીત ૬૦ થી ૬૫ હજાર દૂધ ઉત્પાદકોને નિયમીત કરે છે.

ગ્રામ્ય કક્ષાએ દૂધ એકમાત્ર વ્યવસાય એવો છે કે જેમાં નાના/સિમાંત ખેડૂતો, દૂધ ઉત્પાદકો , માલધારીઓ, મહિલાઓ, ખેત મજુરોને દર ૧૦ દિવસે નાણાની આવક થાય છે. જેમાંથી આ વર્ગના પરિવારનો આર્થિક વ્યવહાર ચાલતો હોય છે. આ ભાવ વધારાથી તેમના પરિવારના આર્થિક વ્યવહારમાં દૂધ સંઘ વધુ મદદરૂપ બની શકશે.

અધ્યક્ષે દૂધ વાપરનાર તમામ વર્ગના ગ્રાહકોને '' અમુલ દૂધ'' ખરીદવાનો આગ્રહ રાખવા અપીલ કરી છે. '' અમૂલ દૂધ '' તેમજ ગોપાલના અન્ય ઉત્પાદનો ખરીદવાનો જ આગ્રહ રાખવા ડેરીના અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરિયાએ અપીલ કરી છે.

(11:36 am IST)