Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રેસકોર્ષ સહિત ૧ર રાજમાર્ગો ઉપર વાહન પાર્કીંગનો પ૦૦થી પ૦૦૦નો અને ગેરકાયદે હોર્ડીંગ્સનો ૧૦૦૦થી પ૦૦૦નો દંડ ફટકારાશે

બીઆરટીએસ રૂટ યાજ્ઞિક રોડ, હોસ્પિટલ ચોક, કાલાવડ રોડ, ત્રિકોણબાગ, ગોંડલ ચોકડી, ઢેબર રોડ સહિતના રસ્તા ઉપર રેકડી-કેબીનો રાખવા ઉપર પ્રતિબંધ : વાહન પાર્કીંગ નહીં કરી શકાય : બંછાનીધિ પાની દ્વારા જાહેરનામુ

રાજકોટ, તા.રપઃ શહેરના રેસકોર્ષ રીંગ રોડ સહિત ૧ર જેટલા રાજમાર્ગો ઉપર વાહન પાર્કીંગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ મ્યુ. કમિશનર બંછાનીધિ પાનીએ બહાર પાડયું છે અને આમ છતાં જો કોઇ આડેધડ વાહન પાર્કીંગ કરશે તો રૂ. પ૦૦થી લઇને પ૦૦૦નો દંડ ફટકારાશે.

આ અંગે મ્યુ.કમિશ્નરશ્રીએ જાહેરનામામાં જણાવ્યુ છે કે,  શહેરનાં ૪૮ મુખ્ય માર્ગો પૈકી પ્રથમ તબક્કામાં આ નીચે જણાવેલા ૧૨(બાર) મુખ્ય માર્ગો ઉપર નાગરિકો તથા વાહનોની અવરજવર સુચારૂ રીતે અને વિના વિક્ષેપે સતત રીતે થઈ શકે તે માટે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ અન્વયે સત્ત્।ાની રૂએ આ જાહેરનામાંથી વાહન પાર્કિગ, ગેરકાયદે હોડિંર્ગ અને

લારી ગલ્લાનાં દબાણો અંગે પ્રતિબંધ ફરમાવવા આવે છે.

જે રાજમાર્ગો ઉપર વાહન પાર્કિંગ, અને લારી ગલ્લાનાં દબાણો તથા ખાનગી હોર્ડિંગો ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. તેમાં ગ્રીનલેન્ડ ચોકડીથી હોસ્પિટલ ચોક, ગોંડલ રોડ, હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી, યાજ્ઞિક રોડ, હોસ્પિટલ ચોકથી ત્રિકોણ બાગ, ટાગોર રોડ, ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી  (૧૫૦ ફુટ રીંગ રોડ), રેસકોર્સ રોડ, કાલાવાડ રોડ, રૈયા રોડ, ઢેબર રોડ, યુનિવર્સિટી રોડ વગેરેનો સમાવેશ થાય છે.

ઉકત વિગતેનાં તમામ મુખ્ય ૧૨ માર્ગો ઉપર લારી-ગલ્લા દ્વારા હંગામી તેમજ કાયમી દબાણ કરવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે, જેનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૨૨૬, ૨૨૯, ૨૩૦ તથા ૨૩૧ હેઠળ આ નીચેની વિગતે નિયત દરે વહીવટી ચાર્જ વસુલવામાં આવશે જેમાં રેંકડી માટે ૫૦૦ થી ૧૦૦૦નો દંડ

નિયત કરાયેલ પાર્કિંગનાં સ્થળોએ નિયત દરે પાર્કિંગ કરી શકાશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓનું પાર્કિંગ તેઓના પ્રિમાઇસીસની અંદર જ કરવાનું રહેશે.

નિયત સિવાયનાં અન્ય સ્થળોએ પાર્કિંગ કરનાર પાસેથી આ નીચેની વિગતે નિયત દરે વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે.

બી.આર.ટી.એસ માટેનો વહીવટી ચાર્જ

(૧)  હેવી વ્હીકલ ટ્રક (બસ, જેસીબી, ડમ્પર વિગેરે)     રૂ.૫૦૦૦/-

(૨)  લાઇટ વ્હીકલ (મોટર, જીપ વિગેરે)        રૂ.૧૦૦૦/-

(૩)  મોટર સાઇકલ, સ્કુટર(ટુ વ્હીલર વાહન)    રૂ.૫૦૦/-

બી.આર.ટી.એસ સિવાયનાં રસ્તાઓ માટેનો વહીવટી ચાર્જ

(૧) હેવી વ્હીકલ ટ્રક (બસ, જેસીબી, ડમ્પર વિગેરે) રૂ.૧૦૦૦/-થી રૂ.૫૦૦૦/-સુધીનો  દંડત

(૨) લાઇટ વ્હીકલ (મોટર, જીપ વિગેરે)રૂ.૫૦૦/- થી રૂ.૧૦૦૦/- સુધીનો દંડ

(૩) મોટર સાઇકલ, સ્કુટર(ટુ વ્હીલર વાહન) રૂ.૨૦૦/- થી રૂ.૫૦૦નો દંડ ફટકારાશે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના રોડ રસ્તામાં  ટ્રક, ડમ્પર, ટ્રેકટર વિગેરે વાહન, ગ્-રેકડામાં ગાડામાં, છકડામાં, ઉંટગાડીમાં કે રેકડીમાં વિગેરે, જેમાં કચરો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, બિલ્ડીંગ મટીરીયલ વેસ્ટ વિગેરે જે કાંઇ ભરેલો હોય અને કચરો, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, બિલ્ડીંગ મટીરીયલ વેસ્ટ વિગેરે રસ્તા પર વેરાતું હોય કે ઉડતું હોય(રાહદારીઓને આંખમાં ઉડે, વાગે કે રાહદારીઓના વાહનને નુકશાન કરે તો ૧૦૦૦ અને ૫૦૦/-નો દંડ.

કોઇપણ પ્રકારની કોમર્શીયલ જાહેરાતના ચોપાનીયા, પોસ્ટર, સ્ટીકર, બેનર વિગેરે જાહેરમાં કોઇપણ સ્થળે ફેંકવામાં આવે તો કે રાજકોટ મહાનગરપાલિકાની કોઇપણ મીલ્કતમાં ગેરકાયદેસર રીતે ચોંટાડવામાં આવે તો ૩૦૦૦/-નો દંડ.

(ડી) નિયત મંજૂરી સિવાય જાહેર રસ્તા કે ખાનગી મિલકતો ઉપર હોર્ડીંગ બોર્ડ કે સાઇનેજીસ ઉભા કરવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે, જેનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૨૪૪ અને ૨૪૫ હેઠળ

જેમાં ૧૦*૧૦ સાઇઝનાં હોર્ડીંગ બોર્ડ માટે રૂ.૧૦૦૦ તથા ૧૦ *૧૦ થી વધારે સાઇઝનાં હોર્ડીંગ બોર્ડ માટે રૂ.૫૦૦૦નો દંડ ફટકારાશે.

આમ વિવિધ માર્ગો ઉપર દબાણ, ગેરકાયદેસર પાર્કિંગ વિગેરે પ્રતિબંધિત કરવા સબબ આ અગાઉ પ્રસિધ્ધ કરાયેલ તમામ જાહેરનામા આથી રદ કરવામાં આવે છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા જાહેર કરવામાં આવે છે.

(3:20 pm IST)