Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વડિલ વંદના

રાજકોટ : રઘુવંશી ફ્રેન્ડ સર્કલ રાજકોટ દ્વારા તાજેતરમાં દ્વિતિય વડિલ વંદના મહોત્સવ યોજાઈ ગયો. લગ્ન જીવનના ૫૦ વર્ષ પુરા કરનાર ૧૫ રઘુવંશી યુગલેએ લાભ લીધેલ. દંપતિતઓએ સામસામા ફુલહાર, હસ્ત મેળાપ, લગ્ન ગીતો, ઈશ્વર વંદના, ખુબજ હેત અને આનંદ પૂર્વક પ્રસંગને માણેલ. સંસ્થાના મુખ્ય આયોજકો મનિષભાઈ સોનપાલ અને રમણભાઈ કોટકે દરેક દંપતિનું શાલ સાથે સન્માન અને વંદન કરેલ. રાજકોટ કેવળણી મંડળના ઉપપ્રમુખ નવિનભાઈ ઠક્કર મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેલ. સુરેશભાઈ ચંદારાણા, રમેશભાઈ ઠક્કર, બાલકૃષ્ણભાઈ ઉનડકટ, ધિરૃભાઈ જીવરાજાની, રાજુભાઈ ખખ્ખર આ પ્રસંગે આર્થિક સહયોગ સાંપડેલ. કાર્યક્રમને સફળ બનાવવા જયંત પાંઉ, અમિત કોટક અને વિરેન્દ્ર વસંતે જહેમત ઉઠાવેલ.

(4:39 pm IST)