Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ફી વધારા બાબતે ધોળકીયા સ્કુલે વાલીઓનો હોબાળોઃ NSUIનાં ધરણાઃ ફી ઘટાડવા ખાત્રી

રાજકોટ : ધો. ૭ ની વાર્ષિક ફી ૩૪ હજારમાંથી ૩૯ હજાર સુધી કરી નંખાતા આજે સવારે યુનિવર્સિટી રોડ પરથી ધોળકીયા સ્કુલે વાલીઓએ એકત્રીત થઇને આ બાબતનો વિરોધ દર્શાવ્યો હતો. દરમિયાન આ અંગે એન. એસ. યુ. આઇ. ત્થા યુવક કોંગ્રેસનાં અગ્રણીઓ રાજદિપસિંહ વગેરેને ફરીયાદ મળતાં તેઓએ સ્કુલ ઉપર પહોંચી અને રામધુન બોલાવી ધરણા કર્યા હતાં તે વખતની તસ્વીર. આ તકે સ્કુલ પર ઉપસ્થિત જવાબદાર અધિકારી ગોકાણીભાઇને ફી ઘટાડો  કરવાની ખાત્રી આપતા ધરણા સમેટી લેવાયાનુ રાજદિપસિંહે જણાવેલ અને આ સ્કુલને એફ.આર.સી. માં જોડાવા અપીલ કર્યાનું તેઓએ જણાવેલ. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:39 pm IST)