Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

નવ નિયુકત સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડની કાલે પ્રથમ સતાવાર બેઠક

વોર્ડ નં. ૧ થી ૧ર માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના કોન્ટ્રાકટ સહિત ૧૪ દરખાસ્તો અંગે નિર્ણય

રાજકોટ, તા., ર૬ : મ્યુનિ. કોર્પોરેશનનાં નવનિયુકત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ  કાનગડની પ્રથમ સત્તાવાર બેઠક યોજાશે. જેમાં વોર્ડ નં. ૧ થી ૧ર માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનો કોન્ટ્રાકટ સહિતની ૧૪ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

મહાનગર પાલીકા કચેરીમાં પ્રથમ માળે આવેલ સ્ટેન્ડીંગ કમીટી મીટીંગ રૃમમાં કાલે સવારે જેેમાં સમયસમ હાજર રહેવા આ કમીટીના સર્વે સભ્યશ્રીઓને આથી જાણ કરવામાં આવે છે. ૧૧ કલાકે સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇની અધ્યક્ષતામાં સ્ટેન્ડીંગ કમીટી બેઠક યોજાશે. જેમાં વોર્ડ નં. ૪ માં જુદી જુદી ટી.પી. સ્કીમના ટી.પી.રોડ પેવર કરવાના કામક, રાજકોટ મહાનગર પાલીકાના જુદા જુદા કાર્યક્રમોના સભા સ્થળોના વિસ્તારમાં ફોગસ્પ્રીંકલરની કામગીરીઓ સબબ થયેલ ખર્ચ મંજુર કરવા, સને ર૦૧૮-૧૯ના વર્ષ માટે ઝોનલ મેશનરી કામનો કોન્ટ્રાકટ આપવા, સને ર૦૧૮-૧૯ના વર્ષ માટે ઝોનલ ડ્રેનેજ કામનો કોન્ટ્રકટ આપવા, સનેર૦૧૮-૧૯ ના વર્ષ માટે વોટર વર્કસ શાખાના રીપેરીંગના વાષ્ર્કિ ઝોનલ કામ ઝોનલ કોન્ટ્રકટ મજૂર કરવા વોર્ડ નં.૯માં સાંઇદર્શન મેઇન રોડથી રૈયા મેઇન રોડને જોડતા ૧પ.૦૦ મી.ટી.પી.રોડ પર રૈયા ગામ પાસેના વોંકળા પર સ્લેબ કલ્વર્ટ બનાવવાના કામ વોર્ડ નં. ૧ થી ૧ર ના વિસ્તારમાંથી મીની ટીપર મારફત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવાના કામે. ઓપરેશન અનેમેઇન્ટેન્સની કામગીરીના કોન્ટ્રાકટ અંગે વોર્ડ નં.૯માં આવેલ પશ્ચિમ વિભાગ લાયબ્રેરી બિલ્ડીંગમાં ફર્નિચર તથા તેને સંલગ્ન ઇન્ટીરીયર કામગીરી કરાવવાના કામ સાહિતની૧૪ દરખાસ્તો અંગે નિર્ણય થશે.

(4:38 pm IST)