Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

સરકારની લોકોપયોગી યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવા સોશ્યલ મીડિયા સારૂ માધ્યમઃ ડી.કે.

રાજકોટ જીલ્લા ભાજપ મીડિયા સેલ આયોજીત બેઠકમાં ડી. કે. સખીયા, તરૃણ બારોટ, અપૂર્વ મહેતા, હિરેન જોશી વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૨૬: જિલ્લા ભાજપ આઇ.ટી. અને સોશ્યલ મિડીયા વિભાગની બેઠક રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે. સખીયા, પ્રદેશ ભાજપ આઇ.ટી. ઇન્ચાર્જ તરૂણભાઇ બારોટ, ઝોન ઇન્ચાર્જ અપૂર્વભાઇ મહેતાની ઉપસ્થિતિમાં અને જિલ્લા આઇ.ટી. ઇન્ચાર્જશ્રી હિરેનભાઇ જોશીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતા. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગ સ્વરૃપે ટીમને જવાબદારી સોપાઇ.

જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે. સખીયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આઇ.ટી. સોશ્યલ મિડીયા સંગઠનમાં અગત્યનો સ્તંભ છે. કેન્દ્ર અને રાજય સરકારની લોકકલ્યાણકારી અને લોક ઉપયોગી યોજનાઓ છેવાડના માનવી સુધી પહોંચે. 'જયાં માનવી ત્યાં સુવિધા'ની સરકારનો અભિગમને જન-મન સુધી પહોંચાડવા માટે સોશ્યલ મિડીયા એક સારું માધ્યમ છે.

આ તકે પ્રદેશ ભાજપ આઇ.ટી. ઇન્ચાર્જશ્રી તરૂણભાઇ બારોટેએ જણાવ્યું હતું કે, સોશ્યલ મિડીયા હવે લોકોનું અભિન્ન અંગ છે.

બેઠકમાં ઝોન ઇન્ચાર્જશ્રી અપૂર્વભાઇ મહેતાએ સરકારની સિદ્ધિઓ અને યોજના વિષે માર્ગદર્શન આપેલ હતું. જયારે બેઠકના અધ્યક્ષતા અને જિલ્લા આઇ.ટી.ઇન્ચાર્જ હિરેનભાઇ જોશીએ જણાવ્યું હતું કે, ભાજપની માનસીકતા વિકાસની છે. વ્યકિતને પગભર કરવાનો ધ્યેય છે. મોદીજીએ સ્કીલ ડેવલોપમેન્ટ પર ભાર મુકયો છે. નોકરીને બદલે વ્યવસાયી કોૈશલ્યને આગળ કરેલ છે.

આ કાર્યક્રમની આભારવિધિ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા આઇ.ટી.ઇન્ચાર્જશ્રી દીપકભાઇ ભટ્ટે અને સંચાલન ધોરાજી-ઉપલેટા વિધાનસભા ઇન્ચાર્જશ્રી વિજયભાઇ બાબરીયાએ કર્યુ હતી.

બેઠકમાં વિધાનસભાના આઇ.ટી. ઇન્ચાર્જશ્રી દીપકભાઇ ભટ્ટ, વિજયભાઇ બાબરીયા, વિજયભાઇ પંડયા, રાજનભાઇ ભાલારા, પ્રતિકભાઇ કંડોલીયા, આશિષભાઇ લીંબાસીયા, મિહિર હીરપરા, તુષાર સોંદરવા, વોલેન્ટર ટીમના ઇન્ચાર્જ વિરાજ જોશી, સહઇન્ચાર્જ પાર્થ કાચા, સિદ્ધાર્થ દેસાઇ,અમિત પીઠડીયા, પ્રતિક માંડલીયા, પીયુષ વાડોલીયા, રવિ જોશી સહિતના આઇ.ટી. સોશ્યલ મિડીયાના કાર્યકતાઓ ઉપસ્થિત રહયા હતા.

(4:36 pm IST)