Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

સફેદ હાથી સમાન વોર્ડ ઓફિસરો કાયમીઃ વાર્ષિક ૭.૨૦ કરોડનું ભારણ

વોર્ડ ઓફિસર, વર્ક આસીસ્ટન્ટ, પંમ્પ ઓપરેટર સહિત ૩૧ કર્મચારીઓને ત્રણ વર્ષ પુર્ણઃ કાયમીનો હુકમ કરતા મ્યુની. કમિશ્નર

રાજકોટ તા. ૨૬: મ્યુનિ.કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસર, વર્ક આસીસ્ટન્ટ, પમ્પ ઓપરેટર સહિત ૩૧ કર્મચારીઓને ત્રણ વર્ષ પુર્ણ થતાં મ્યુનિ. કમિશ્નર દ્વારા આ તમામને કાયમીનો હુકમ કરવામાં આવ્યો છે. જેનાથી તંત્રને વાર્ષિક ૭.૨૦ કરોડનું ભારણ આવશે. આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ શહેરીજનોને જન્મ-મરણ સર્ટી, વેરા, સાફસફાઇ સહિતના પ્રશ્ને મ્યુનિ. કોર્પોરેશન કચેરી સુધી ધક્કા ખાવા ન પડે તે માટે દરેક વોર્ડમાં વોર્ડ ઓફિસરની સેવા કાર્યરત કરવામાં આવી હતી અને દરેક વોર્ડમા૧-૧ વોર્ડ ઓફીસરની ત્રણ વર્ષ સુધી ફિકસ પગાર ભરતી કરવામાં આવી હતી.

આ તમામ વોર્ડ ઓફિસરને ત્રણ વર્ષ પુરા થતા કુલ ૧૩ વોર્ડ ઓફિસરને કાયમીનો હુકમ મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવ્યો છે. આ કાયમી કર્મચારીઓને રૃા. ૪૪,૯૦૦નો પગાર ચુકવવામાં આવશે.

આ સાથે ૧૯ વર્ક આસીસ્ટન્ટ અને પમ્પ ઓપરેટરને કાયમી કરવામાં આવ્યા છે. જેના કારણે તંત્રને ૧૦ થી ૧૫ કરોડનું વાર્ષિક ભારણ વધશે.

 

(4:54 pm IST)