Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

સુર્ય શકિત કિશાન યોજના ખેડુતોના વિકાસના દ્વાર ખોલશેઃ દિપક મદલાણી

રાજકોટ તા ૨૬ : રાજય સરકારે ખેડુતોના હિતમાં સુર્યશકિત કિશાન યોજનાનો મહત્વપૂર્ણ નિર્ણય લઇ ખેડુતોને મોટો ફાયદો કરાવ્યો હોવાનું વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગૃપના પ્રમુખ દિપક મદલાણીએ જણાવ્યું છે.

મદલાણીએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં એડુતોની આવક બમણી કરવાના આદેશ દિર્ઘદ્રષ્ટિા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૃપાણીએ પહેલ કરી 'સકાય' નામથી ઓળખાતી આ યોજના કિશાનો માટે સમૃધ્ધિના દ્વાર ખોલશે.

સરકારની આ યોજના હેઠળ રાજયના ખેડુતોને સોલાર પેનલ માટેના કુલ ખર્ચના માત્ર પાંચ ટકા રકમ જ ભરવી પડશે જયારે કેન્દ્ર અને રાજય સરકારની ૬૦ ટકા સબસીડી મળશે. ૧૨ કલાક વિજળી મળશે. રાજયના તમામ ૩૩ જિલ્લાના૧૩૭ ફીડર સ્કાય પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ ગહે. તેમ દિપક મદલાણીએ જણાવ્યું છે.

 

(4:33 pm IST)