Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગુરૃવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાન, ભજન, ભોજનનો ત્રિવેણી સંગમ

પૂનમ ''પૂણ્ય''નો પ્રસાદ ઓશો સન્યાસીઓ

રાજકોટ તા. ર૬ : અહીના વૈદવાડીમાં આવેલા ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે પવિત્ર વાતાવરણમાં છેલ્લા ૪ વર્ષથી દર માસની પૂનમ ઉમંગભેર ઉજવવામાં આવી રહી છે એવી જ રીતે ગુરૃવારે પણ પૂનમના દિવસે વિવિધ કાર્યક્રમોનો લ્હાવો લઇ સૌ ઓશો સન્યાસીઓ, સાધકો ''પૂણ્ય''નો પ્રસાદ ચાખશે.

ઓશોના સૂત્ર ''ઉત્સવ આમાર જાત્રી આનંદ આમાર ગૌત્ર''ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો ઓશો સન્યાસ ઉત્સવ ભજન-કિર્તન, ગીત સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે ઉત્સવો રાજકોટના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા ૩૩ વર્ષોથી ઉજવવામાં આવે છે કે ત્યારે તા. ર૮-૬-૧૮ને ગુરૃવારના રોજ પૂનમ નિમિત્તે પરંપરાનુસાર ઓશો ધ્યાન શિબિરનું આયોજન ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર તથા સ્વીટ્ઝરલેન્ડના સ્વામિ પ્રેમમૂર્તિ દ્વારા કરવામાં આવ્યું છે. શિબિરનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરવાના છે. શિબિર બપોરે ૩ વાગ્યે શરૃ થશે. બપોરના ૩ થી રાત્રીના ૮-૩૦ દરમ્યાન ચાલનારી શિબિરમાં ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, સંખ્યા સત્સંગ , સન્યાસ ઉત્સવ, ઓશો સન્યાસી નિતીનભાઇ મીસ્ત્રી (સ્વામિ દેવ રાહુલ)નો મિલેરે''પા નામના શિષ્યને નારાપો, નામના એક ભારતીય ગુરૃ પોતાની આગવી શૈલીથી ધર્મની સમજ આપે છે તે વિષય પર પ્રવચન તથા હાલમાં નિર્વાણ પામેલા ઓશો સન્યાસી જગદીશભાઇ મેર (સ્વામી ધ્યાન પ્રેમ)ના પિતાજી દયાળજીભાઇ વેલાભાઇ મેરને પુષ્પાંજીલી સાથે હૃદયાંજલીનો કાર્યક્રમ રાખેલ છે તથા રાત્રે ૮-૩૦ વાગ્યે મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છ.ે

મહાપ્રસાદ બાદ રાત્રે ૯-૩૦ થી ૧ દરમ્યાન સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણીના સારથી બકુલભાઇ ટીલાવત દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સંતવાણીના વિવિધ કલાકારો દ્વારા સંતો-મહંતોની વિવિધ રચના રજુ કરી સાધકોને ધ્યાન ગહરાઇમાં લઇ જશે.

અત્રે એ નોંધનીય છે કે શિબિરમાં સહભાગીતા માટે ઓશો ધ્યાન મંદિર પર રૃબરૃ અથવા સાથમાં આપેલા મોબાઇલ પર એસ.એમ.એસ. દ્વારા નામ નોંધણી કરાવવું ફરજીયાત છે. સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ.

ઉપરોકત પૂનમની શિબિરમાં ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સહભાગી થવા સ્વામિ સત્ય પ્રકાશે તથા જગદીશભાઇ મેરે અનુરોધ કરેલ છે.વિશેષ માહિતી તથા એસ.એમ.એસ. દ્વારા નામ નોંધણી માટે સ્વામિ સત્ય પ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, જયેશભાઇ કોટક ૯૪ર૬૯ ૯૯૮૪૩

(4:32 pm IST)