Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

રાજકોટ જિલ્લા ભાજપ બોદ્ધિક સેલના કન્વીનરપદે રાજેન્દ્રભાઇ ધારૈયા

સહ-કન્વીનર પદે જયેશભાઇ પંડયા અને ડો. ગોૈતમભાઇ શુકલ

રાજકોટ તા. ૨૬: રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ ડો. ભરતભાઇ બોધરાએ વિચાર-વિમર્શ કરી જિલ્લા ભાજપ બોૈદ્ધિક સેલના કન્વીનર તરીકે રાજકોટના શિક્ષણશાસ્ત્રી રાજેન્દ્રભાઇ ધારૈયા તથા સહ-કન્વીનર તરીકે યુવા આગેવાન જયેશભાઇ પંડયા તથા યુવા ડોકટર ગોૈતમભાઇ શુકલની નિમણૂંક કરેલ છે.

આ નિમણૂંકને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરા, સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા તથા મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ગીતાબા જાડેજા અને લાખાભાઇ સાગઠીયા સહિત જિલ્લાના આગેવાનો હોદેદારો, મંડલના હોદેદારોએ આવકારેલ છે તેમ જિલ્લા મિડીયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળની યાદીમાં જણાવાયું છે.

(4:32 pm IST)