Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દબાણ હટાવ ઝુંબેશ

શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી ૧૨૧ રેકડી કેબીન - અન્ય ચીજવસ્તુઓ દુર કરાઇ

૧૭૫ કિલો શાકભાજી - ફળ, ઘાસચારો - લીલુ જપ્ત : ૨૩૮ બેનર - બોર્ડ હટાવાયા : ૫૬ હજારનો દંડ

રાજકોટ તા. ૨૬ : દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૧૨૧ રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૧૭૫ શાકભાજી-ફળો, ઘાસચારો/લીલું/ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી, તેમજ નડતર રૂપ એવા ૨૩૮ બોર્ડ-બેનરો પણ હટાવવામાં આવ્યા હતા.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૧૧૮ રેંકડી-કેબીનો યુનિ. રોડ, માધાપર ચોકડી, બી.ટી.સવાણી હોસ્પિટલ, છોટુનગર, સદર બજાર, કોર્પોરેશન ચોક, કાલાવડ રોડ, રેસકોર્સ અને લક્ષમીનગર વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૩ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે કેશરી પુલ અને જયુબેલી વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૩૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી અને જંકશન ચોકડી પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોક પરથી ૪૦ કી.ગ્રા. ધાસચારો-લીલું-ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ. ૫૫,૭૦૦ વહીવટી ચાર્જ માધાપર ચોકડી, શીતલ પાર્ક, પાંજરાપોળ, પેલેસ રોડ, કેનાલ રોડ, યુનિ. રોડ, પુષ્કરધામ, પેડક રોડ, મોરબી રોડ, રેસકોર્ષ, આનંદ બંગલા, ત્રિકોણબાગ, સોરઠીયાવાડી, જંગલેશ્વર, સંતકબીર, સદર બજાર, હરિહર ચોક, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, જયુબેલી અને ભીમનગર વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો.

શહેરના વિવિધ ૯ હોકર્સ ઝોન મવડી, કોઠારીયા રોડ, સંતકબીર રોડ, જયુબેલી, ગોવિંદબાગ, ધરાર માર્કેટ, સૌરાષ્ટ્ર સ્કુલ અને ભીમનગર વિગેરે હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં નડતર રૂપ એવા ૨૩૮ બોર્ડ અને બેનરો પેડક રોડ પરથી હટાવવામાં આવ્યા હતા.

(4:28 pm IST)