Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

હિરેન મોચીની હવસલીલાઃ ફેસબૂક ફ્રેન્ડ સગીરાને કુંવારી માતા બનાવી દીધી, લગ્નનું વચન આપ્યું ને હવે બીજે પરણી ગયો!

સોશિયલ મિડીયામાં આંધળુકીયા કરનારી બાળાઓ માટે લાલબત્તી રૂપ કિસ્સોઃ એક સગીરાનું સર્વસ્વ લૂંટાયું : ગાંધીગ્રામનો શખ્સ સગીરાને ફસાવવા અલી ઇમરાન મેણુ બન્યો અને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીઃ સગીરાને મોેડેલિંગ, સિરીયલ અને ફિલ્મોમાં કામની લાલચ આપી ફસાવીઃ અડપલા કરીને કહ્યું-મોડેલિંગમાં આવું બધુ તો ચલાવવું જ પડેઃ છેલ્લે પત્નિ સાથે મળી મારકુટ કરી ગળુ દબાવવા પ્રયાસ કર્યો : હિરેન મોચી સામે છેતરપીંડી, બળાત્કાર, ધમકી, પોસ્કોનો ગુનોઃ તેની પત્નિ હુમલો કરવામાં સામેલ

 

રાજકોટ તા. ૨૬: ઇન્ટરનેટના યુગમાં સોશિલય મિડીયા ખુબ ઉપયોગી નિવડે છે, તો તેનો દુરૂપયોગ કરવા વાળા પણ ઓછા નથી. શહેરના હિરેન ભીખુભાઇ મકવાણા નામના ઢગાએ પોતાનું નામ અલી ઇમરાન મેણુ રાખી આ નામથી ફેસબૂક આઇડી બનાવી તેમાંથી ૧૫ વર્ષની એક સગીરાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેને મોડેલિંગ, સિરીયલો અને ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપી મોહજાળમાં ફસાવ્યા બાદ મરજી વિરૂધ્ધ બળજબરી કરતાં આ સગીરા પંદર વર્ષની ઉમરે જ બાળકની માતા બની જતાં  અને જે તે વખતે લગ્ન કરી લેવાની વાતો કરનાર આ ઢગાએ હવે બીજી યુવતિ સાથે લગ્ન કરી લેતાં અને બંનેએ મળી આ સગીરાને માર મારી ગળુ દબાવવાનો પ્રયાસ કરતાં અંતે સમગ્ર કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો છે. આજના યુગમાં સોશિયલ મિડીયામાં આંધળુકીયા કરતાં સગીર-સગીરાઓએ આ કિસ્સા પરથી ધડો લેવા જેવો છે.

ભોગ બનેલી સગીરા હાલ અઢાર વર્ષથી થોડી ઓછી ઉમર ધરાવે છે. તેણે પોલીસ સમક્ષ આપવીતી વર્ણવી હતી કે પોતે બે વર્ષ પહેલા ફેસબૂક પર ઓન લાઇન હતી ત્યારે એક આઇડીમાંથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે અલી ઇમરાન મેણુના નામથી હતી. તેણે આ રિકવેસ્ટ સ્વીકારતાં તેની સાથે મિત્રતા થઇ હતી અને વાતચીત શરૂ થઇ હતી. બે વર્ષ પહેલા અલી સગીરાના ઘરે પહોંચ્યોહ તો અને પોતે મોડેલિંગનું કામ અપાવવા ઉપરાંત ટીવી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ અપાવે છે તેવું કહી સગીરાને ભોળવી લીધી હતી અને ખોટી લાલચો આપી પ્રારંભે અડપલા કરી મોડેલિંગ કે રિસીયલોમાં આવવું હોય તો આવી બધી બાબતોની ટેવ પાડવી પડશે તેમ કહી સંભોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ સગીરાએ વિરોધ કરતાં તેણે બળજબરીથી સંબંધ બાંધી બાંધી લીધો હતો.

એ પછી સગીરાને પોતે નવરાત્રીના સમયે સગર્ભા હોવાની ખબર પડી હતી. અલીની બળજબરીથી આ બાળક રહી ગયાનું જણાતાં તે સગીરાને પોતાના કાકી તરીકે ઓળખાવતા એક મહિલા ડોકટર પાસે લઇ ગયો હતો. ત્યાં ગર્ભપાત થઇ ન શકે તેવો અભિપ્રાય અપાતાં અલી સગીરાના માતા સમક્ષ હાજર થયો હતો અને તેને ચિંતા નહિ કરવા તેમજ પોતે લગ્ન કરી લેશે તેવી વાત કરીહ તી. તે સાંજે ઘરે રોકાયો હોઇ તેનું પર્સ ચેક કરતાં તેમાંથી હિરેન ભીખુભાઇ મકવાણા (રહે. ગાંધીગ્રામ, એસ. કે. ચોક)નું ઓળખ કાર્ડ મળ્યું હતું. બાદમાં તેને અસલી જાત પુછતાં તેણે પોતે મોચી હોવાનું અને સાચુ નામ હિરેન હોવાનું કહેતાં સગીરાના માતા ખુબ ગુસ્સે થયા હતાં.

જે તે વખતે અલી ઉર્ફ હિરેને હું ગુનેગાર છું, મને માફ કરી દો, હું સાચો પ્રેમ કરુ છું અને જ્ઞાતિ કોઇપણ હોય ફરક પડતો નથી તેમ કહી રોદણા રોતાં સગીરાના માતા અને સગીરાને તેના પર વિશ્વાસ બેઠો હતો. એ પછી ૫ ફેબ્રુઆરીના રોજ સગીરાએ પુત્રને જન્મ આપ્યો હતો. હાલમાં તેની ઉમર સવા બે વર્ષની છે. આમ સગીરા ફેસબૂક ફ્રેન્ડ થકી કુંવારી માતા બની ગઇ હતી. બીજી તરફ ઉમર પુરી થાય એટલે પોતે લગ્ન કરી જ લેશે તેવા વચતો સતત હિરેન આપતો રહ્યો હતો. છેલ્લે હિરેન પોતાના દિકરાને રમાડવા લઇ ગયા બાદ સગીરાને પાછો ન આપતાં તેણીએ ફોન કરતાં તેને દિકરાને મળવાની ના પાડી ગાળો ભાંડી હતી.

દરમિયાન ગત ૧૯/૬ના રોજ સાંજે સગીરા હિરેનના ઘર નજીક રહેતી બહેનપણીને મળવા ગઇ ત્યારે હિરેનની સાથે એક છોકરી પણ હતી. હિરેન અને એ છોકરી બંનેએ આવીને બેફામ ગાળો દીધી હતી અને એ છોકરીએ પોતાનું નામ અર્ચના હોવાનું અને હિરેન સાથે ૧૯મીએ જ કુંકાવાવ ખાતે લગ્ન કરી લીધાનું કહેતાં સગીરા હતપ્રભ થઇ ગઇ હતી. તેણે અર્ચનાને હિરેન થકી પોતે પણ એક દિકરાની મા બની છે અને તેણે લગ્નની ખાત્રી આપી છે તેમ કહતાં અર્ચનાએ તેને પકડી ઢસડીને માર માર્યો હતો અને હિરેને ગળુ દબાવવા પ્રયાસ કર્યો હતો. લોકો ભેગા થઇ જતાં સગીરાને બચાવી લેવાઇ હતી. છેતરાઇને બરબાદ થઇ ગયેલી આ સગીરાએ અંતે પોલીસનું શરણું લેતાં યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડાંગર, જે. પી. મેવાડા સહિતે હિરેન અને તેની પત્નિ અર્ચના સામે આઇપીસી ૩૭૬, ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬ (૨) અને જાતીય ગુનાઓમાં બાળકોને રક્ષણ આપતા કાયદાની કલમ (પોસ્કો) હેઠળ ગુનો નોંધ્યો છે. આગળની તપાસ મહિલા પોલીસ મથકના પીએસઆઇ એસ. એન. સવનીયાએ પી.આઇ. પી. બી. શાપરાની રાહબરીમાં હાથ ધરી છે.

(4:14 pm IST)