Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

રાજકોટ રેલ્વે યાર્ડના ફિટર કેશુભાઇ કોળીનું બેભાન થઇ ગયા બાદ મોત

વાંકાનેરના ધમલપરથી અપડાઉન કરતાં: પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૬: વાંકાનેરના ધમલપર-૨માં રહેતાં અને રાજકોટ રેલ્વે યાર્ડમાં ફીટર તરીકે નોકરી કરતાં કેશુભાઇ સવજીભાઇ જરવરીયા (કોળી) (ઉ.૫૯) સાંજે રેલ્વે યાર્ડમાં પોતાની નોકરી પર હતાં ત્યારે અચાનક છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતક ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. રેલ્વે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:24 pm IST)