Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વ્યાજખોરીઃ ૪ લાખ સામે ૭ લાખ ભર્યા છતાં વધુ માંગી આહિર શખ્સોની બાવાજી યુવાનને ધમકી

બીજા કિસ્સામાં વણકર યુવાને ૨૫૦૦૦ અને વ્યાજ ભરી દીધાં છતાં ઉઘરાણી કરી છરી બતાવી કુંભાર દંપતિની ધમકીઃ આજીડેમ અને બી-ડિવીઝન પોલીસે નરેશ ગરૈયા, મયુર ગરૈયા, રાજુ મારૂ અને ઇલા મારૂ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૬: વ્યાજખોરીના વધુ બે કિસ્સા સામે આવ્યા છે. રણુજાનગર મંદિર પાસે રહેતાં બાવાજી યુવાનને બે આહિર શખ્સે ૪ લાખ સામે ૭ લાખ વસુલી લીધા હોવા છતાં વધુ વ્યાજ માંગી મકાનની ફાઇલ પડાવી લીધાનો ગુનો નોંધાયો છે. બીજા કિસ્સામાં પારેવડી ચોકના વણકર યુવાનને વ્યાજે લીધેલા ૨૫ હજાર ચુકવી દીધા હોવા છતાં કુંભાર દંપતિએ વધુ વ્યાજ માંગી છરી બતાવી પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે.

રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી-૨માં રહેતાં બાલકૃષ્ણ દર્શનદાસ કાપડી (ઉ.૩૪) નામના બાવાજી યુવાનની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે સુખરામનગર-૭ના નરેશ આણંદભાઇ ગરૈયા (આહિર) અને તેના ભાઇ મયુર આણંદભાઇ ગરૈયા સામે મનીલેન્ડ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

બાલકષ્ૃણ હાલમાં સાડીનો છુટક ધંધો કરવા ઉપરાંત શો રૂમમાં નોકરી કરે છે. તેણે આજથી બે વર્ષ પહેલા પત્નિ મયુરીને સિઝેરીયન આવે તેમ હોઇ તે માટે આહિર બંધુ પાસેથી રૂ. ૪ લાખ વ્યાજે લીધા હતાં. પાંચ ટકા લેખે આ રકમની સામે ૭ લાખ ચુકવી દીધા છે. તેમજ મકાનની ફાઇલ પણ બંનેએ રાખી લીધી છે. આમ છતાં વધુ વ્યાજ માંગી બાલકૃષ્ણ અને તેના પત્નિને સતત મારી નાંખવાની ધમકી આપતાં હોવાનું ફરિયાદમાં જણાવાતાં પીએસઆઇ આર. બી. વાઘેલા અને કિરીટભાઇ રામાવતે વિશેષ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં પારેવડી ચોક પાસે ખોડિયારપરા-૩માં રહેતાં રિક્ષાચાલક કમલેશ સવજીભાઇ મકવાણા (વણકર) (ઉ.૩૦)ની ફરિયાદ પરથી સાધુ વાસવાણી આવાસ કવાર્ટરમાં રહેતાં અને મઢી ચોકમાં ચશ્માની દૂકાન ધરાવતાં રાજુ ભીખાભાઇ મારૂ (કુંભાર) તથા તેની પત્નિ ઇલા રાજુ મારૂ સામે બી-ડિવીઝન પોલીસે મનીલેન્ડ એકટ અને બળજબરીથી નાણા કઢાવવાનો ગુનો નોંધ્યો છે.

કમલેશના કહેવા મુજબ તેને પૈસાની જરૂર પડતાં એક વર્ષ પહેલા મિત્ર મારફત રાજુ અને તેની પત્નિ પાસેથી રૂ. ૨૫ હજાર વ્યાજે લીધા હતાં. જેનું ૧૦ ટકા વ્યાજ લેખે સતત આઠ મહિના સુધી ૨૫૦૦-૨૫૦૦ ભર્યા હતાં. તેમજ બાદમાં બીજી રકમ ભરપાઇ કરી દીધી હતી. બે વર્ષ સુધી વ્યાજ ભર્યુ છતાં વધુને વધુ વ્યાજ અને મુડીની આ બને ઉઘરાણી કરી હેરાન કરતાં હોઇ તેમજ ખોટી રીતે ફસાવી દેવા દવા પીવાનું નાટક કરતાં હોઇ અને છરી બતાવીમ ારી નાંખવાની ધમકી આપતાં હોઇ અંતે ફરિયાદ નોંધાવી છે. બી-ડિવીઝનના પીએસઆઇ જે. આર. સરવૈયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:23 pm IST)