Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

રાજકોટ સુરક્ષા સેતુને એવોર્ડ આપતા મુખ્યમંત્રી

રાજકોટઃ સુરક્ષા સેતુ સોસાયટી અને નારીશકિત એજયુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ૨૨૨ મહિલા આર્ટીસ્ટોનુ મેગા આર્ટ પ્રદર્શનનું ઉદઘાટન અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે થયું હતુ. આ પ્રસંગેે રાજકોટ યુવરાણી સાહેબ કાદમ્બરીદેવી મુખ્ય મહેમાન તરીકે હાજર રહયા હતા. આ પ્રસંગે સંધ્યા ગેહલોત સુરક્ષા સેતુ તરફથી હાજર રહયા હતા. પ્રદર્શનમાં ૩ રેકોર્ડ નોંધાતા ગાંધીનગર ખાતે ૧૫ આર્ટીસ્ટો સહિત સુરક્ષા સેતુને પણ આ રેકોર્ડ મુખ્યમંત્રીના હસ્તે આયોજક ડો. અજયસિંહ જાડેજાએ સ્વીકાર્યો હતો. આ એવોર્ડ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતને અર્પણઙ્ગ કરાશે. (૪૦.૮)

(3:43 pm IST)