Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રેસકોર્ષ પાર્કમાં સોહનભાઇ પરમારની ૭ હજારની સાયકલ ગઠીયો ઉઠાવી ગયો

રાજકોટ તા. ર૬: એરપોર્ટ રોડ પર રેસકોર્ષ પાર્કમાં રહેતા પ્રૌઢે એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં પાર્ક કરેલી ૭ હજારની સાયકલ ગઠીયો ઉઠાવી જતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ રેસકોર્ષ પાર્ક બ્‍લોક નં. ર૪ ફલેટ નં. ર૦૩ માં રહેતા અને ગ્રાફીક ડીઝાઇનનું કામ કરતા સોહનભાઇ મગનભાઇ પરમાર (ઉ.વ. પર) ગત તા. ર૧ના રોજ રાત્રે પોતાની ૭ હજારની કિંમતની સાયકલ એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી ત્‍યારે મોડીર ાત્રે કોઇ અજાણ્‍યો શખ્‍સ સાયકલ ઉઠાવી ગયો હતો. સવારે પ્રૌઢ એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં જતા પોતાની સાયકલ જોવા ન મળતા તેને આસપાસ તપાસ કરતા સાયકલ મળી ન આવતા કોઇ અજાણ્‍યો શખ્‍સ સાયકલ ચોરી ગયાની ખબર પડી હતી બાદ પ્રૌઢે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એમ. એ. વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

(4:45 pm IST)