Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજકમલ ફાટક વિસ્‍તારમાં ગેરકાયદે ૨૮ કારખાનાઓનું ડિમોલીશન

મનપાનું ઇસ્‍ટ ઝોનમાં મેગા ડિમોલીશન : ૧૧.૮૦ કરોડની જમીન ખુલ્લી : ગોંડલ રોડ પર રાજકમલ ફાટકથી અમદાવાદ હાઇવેને જોડતા ટી.પી. ૧૨ મીટરના રોડ ઉપર ખડકાયેલા ૨૮ પૈકી ૬ કારખાનાઓ સંપૂર્ણ તથા ૨૨ કારખાનાનું આંશીક બાંધકામ તથા પારડી રોડ પર પતરાનો શેડ, કૈલાશપતી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાંથી ૧ દુકાનનું ગેરકાયદે દબાણ હટાવાયુ

રાજકોટ તા. ૨૬ : મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે ઇસ્‍ટ ઝોન કચેરી હેઠળના વોર્ડ નં. ૧૮માં રાજકમલ પેટ્રોલ પંપ સામે પ્રારંભિક ટી.પી. સ્‍કીમ નં. ૧૩ (કોઠારીયા)ના ૧૨.૦૦ મીટર ટી.પી. રોડ તથા પ્રારંભિક ટી.પી. સ્‍કીમ નં. ૧૦ (રાજકોટ)ના અનામત પ્‍લોટ ઉપર થયેલ ગેરકાયદેસર ૩૧ બાંધકામો દુર કરી ૧૧.૮૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે ઇસ્‍ટ ઝોન વિસ્‍તારના વોર્ડ નં. ૧૮માં રાજકમલ પેટ્રોલ પમ્‍પ સામે પ્રારંભિક ટી.પી. સ્‍કીમ નં. ૧૩ (કોઠારીયા)ના ૧૨.૦૦ મીટર ટી.પી. રોડ તથા પ્રારંભિક ટી.પી. સ્‍કીમ નં. ૧૦ (રાજકોટ)ના અનામત પ્‍લોટ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા આજરોજ ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં ૧૩ (કોટારીયા) ૧૨.૦૦ મીટર ટી.પી. રોડમાં આવેલ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. (રાજકમલ ફાટકથી અમદાવાદ હાઇવેને જોડતો રોડ) પરના ૨૯૦.૦૦ મીટર લંબાઇની જગ્‍યામાંથી ૨૮ કારખાનાઓ પૈકી ૬-કારખાનાનો સંપૂર્ણ બાંધકામ તથા ૨૨ જેટલા કારખાનાઓનું ૧૦ ટકાથી લઇ ૭૦ ટકા જેટલું પાર્ટલી બાંધકામ દુર કરવામાં આવ્‍યું હતું. ૧૦-(રાજકોટ) એફ.પી.નં. ૧૦૫/૧, કોમર્શિયલ શેલ, આહીર ચોક પાસે પારડી રોડ પરથી પતરાનો શેડ ૧૩૫ઙ૦૦ ચો.મી.ની રૂા. ૮,૧૨,૦૦,૦૦૦ની જગ્‍યા તથા વોર્ડ નં. ૧૮માં અટીકા ફાટકની સામે, કૈલાશપતી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ રાજકોટ ટી.પી. સ્‍કીમ નં. ૧૦, અંતિમખંડ નં. ૮૩,નાં અનામત પ્‍લોટમાંથી (૧-દુકાન તથા વાયર ફેન્‍સીંગ) ૭૩૬.૦૦ ચો.મી. રૂા. ૩,૬૮,૦૦,૦૦૦ સહિત કુલ ૨૩૭૮ ચો.મી.ની રૂા. ૧૧,૮૦,૦૦,૦૦૦ની જગ્‍યા ખુલ્લી કરવામાં આવી છે.

(4:43 pm IST)