Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મૃતકની ખોટી સહિ કરી જીએસટી સર્ટી. મેળવવાના ગુનામાં આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ૨૬ : મૃતકની ખોટી સહી જીએસટી સર્ટીફિકેટ મેળવવાના ગુન્‍હામાં ઉચ્‍ચ અદાલતે આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે વિવેકાનંદનગર મેઇન રોડ, રામકૃષ્‍ણનગરમાં રહેતા સ્‍નેહલબેન ભોગીલાલભાઇ શાહનાઓએ તેમના કારખાનામાં અગાઉ કામ કરતા ગોપાલ ગોરધનભાઇ સતાપરા વિરૂધ્‍ધ પોતાના પિતાની ખોટી સહી કરી જીએસટી સર્ટીફિકેટ મેળવવા અંગેની ફરિયાદ કરેલ હતી.

આરોપી ગોપાલ સતાપરા વિરૂધ્‍ધ પ્ર.નગર પોલીસ સ્‍ટેશને ગુનો દાખલ કરતા તેઓએ પોતાના એકવોકેટ મારફત સેસન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ. જે આગોતરા જામીન અરજી સેશન્‍સ કોર્ટે નામંજુર કરતા ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ અને તેમા તેઓના એડવોકેટની મુખ્‍ય દલીલ એવી હતી કે અરજદાર સામે પાછળથી ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે. અરજદારે રાજય સરકાર વિરૂધ્‍ધ કોઇ છેતરપીંડી કરી આર્થિક લાભ મેળવેલ હોય તેવું જણાઇ આવતુ નથી. ફરિયાદીએ ખોટી અરજી કરી અને પાછળથી ખોટી ફરિયાદ કરેલ છે. ફરીયાદી પોતે આ તમામ હકીકત જાણતા હતા પરંતુ તેઓએ આ જગ્‍યા ભાડેથી આપેલ હોવાથી કોઇ ફરિયાદ કરેલ ન હતી. પરંતુ આરોપીએ આ જગ્‍યા ખાલી કરતા હાલની ફરિયાદ આરોપી સામે ખોટી રીતે કરવામાં આવેલ છે. નામ. સુપ્રિમ કોર્ટ તેમજ હાઇકોર્ટના આગોતરા જામીન સંબંધેના ચુકાદાઓને ધ્‍યાને લઇ આરોપીને ગુજરાત હાઇકોર્ટે આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કામમાં ગોપાલભાઇ ગોરધનભાઇ સતાપરા વતી ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પવનભાઇ બારોટ તેમજ રઘુવીર બસીયા રોકાયેલ હતા.

(4:43 pm IST)